ખંભાળિયાના ટ્રાફિકથી વ્યસ્ત એવા માર્ગ ઉપરના સડી ગયેલા વીજ થાંભલાથી દુર્ઘટનાનો ભય

0

ખંભાળિયા શહેરના રેલ્વે સ્ટેશન રોડ ઉપર આવેલા બે વીજપોલ ભયજનક હોવાથી આ અંગે વીજતંત્રને તાકીદે પગલાં લેવાની રજૂઆત કરાઈ છે. ખંભાળિયામાં રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલા આકાશગંગા એપાર્ટમેન્ટ પાસે રહેલા પીજીવીસીએલના બે વીજપોલ અત્યંત સડી ગયેલા અને જર્જરીત હાલતમાં જાેવા મળી રહ્યા છે. આ બંને વીજપીલ માત્ર સળિયા તથા વાયર લના આધારે ઊભા જાેવા મળે છે. આ થાંભલામાં તિરાડો પડી ગઈ હોય, ગમે ત્યારે કોઈ જીવલેણ અકસ્માત સર્જાય તેવી ભિતી જાેવા મળે છે. ટ્રાફિકથી વ્યસ્ત એવા સ્ટેશન રોડ ઉપરના આ જર્જરીત થાંભલા અંગે અહીંના અગ્રણી હિતેન્દ્રભાઈ આચાર્ય દ્વારા પીજીવીસીએલ તંત્રને રજૂઆત કરી, તાકીદે જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરી છે.

error: Content is protected !!