સુપ્રસિધ્ધ કથાકાર ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખેથી શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ

0

દિપ પ્રાગટય જગદગુરૂ શંકરાચાર્યજીના હસ્તે થયું

ધર્મનગરી દ્વારકા ખાતે પુરૂષોતના પાવન અવસરે શ્રી દ્વારકાધીશજીના સાંનિધ્યમાં પ્રસિધ્ધ ભાગવતાચાર્ય પૂજય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખેથી દિવ્ય ભાગવત સપ્તાહનો આજે શહેરના શ્રી ભડેશ્વર મહાદેવ મંદિર પાસે પ્રારંભ થયેલ છે. ભાગવત સપ્તાહના પ્રારંભે દિપ પ્રાગટય શારદાપીઠાધીશ્વર શંકરાચાર્ય જગદગુરૂ શ્રી સદાનંદ સરસ્વતીજીના શુભહસ્તે થયેલ. આ પ્રસંગે શારદાપીઠના પ્રતિનિધિ નારાયણાનંદજી બ્રહ્માચારી પણ સાથે રહેલા. ઉપરાંત મોટી સંખ્યામાં મહાનુભાવો તથા જનમેદની ઉપસ્થિત રહેલ. કથાનો સમય નિત્ય સવારે ૯ઃ૩૦ થી બપોરે ૧ સુધીનો રહેશે. સપ્તાહનું લાઈવ પ્રસારણ ચેનલ તથા યુટયુબ ઉપર સાંદીપની ટીવી સર્ચ કરવાથી શ્રોતાઓ નિહાળી શકશે. ભાગવત સપ્તાહના મનોરથી નિર્મળાબેન હર્ષદભાઈ ધનાણી પરિવાર(પુના), કસ્તુરબેન કરસનભાઈ જાદવ પરિવાર(પુના), સુષ્માબેન મનોરભાઈ મહેતા પરિવાર(અમેરિકા)ના યજમાનપદે સમગ્ર ભાગવત સપ્તાહનું આયોજન થયેલ છે. ભાગવત સપ્તાહના વિશાળ સમિયાણામાં શ્રોતાઓ માટે સુંદર બેઠક વ્યવસ્થા ઉપરાંત કથાના સમાપન બાદ ભોજનની પણ વ્યવસ્થા રાખવામાં આવેલ છે.

error: Content is protected !!