આજે દ્વારકાધીશના જગતમંદિરમાં જન્માષ્ટમી ઉત્સવ

0

ઠાકોરજીને ખુલ્લા પડદે સ્નાન-અભિષેક કરાયો : રાત્રીના ૧રના ટકોરે કૃષ્ણ જન્મોત્સવ થશે

ધર્મનગરી દ્વારકા ખાતે પુરૂષોતમ માસના પાવન અવસરે શ્રી દ્વારકાધીશજીના જગતમંદિરમાં વર્ષ દરમ્યાન વિવિધ ઉત્સવો અધિક માસ દરમ્ય્ન ઉજવાય છે તે અંતર્ગત આજે ભગવાન શ્રી દ્વારકાધીશના જગતમંદિમાં જન્માષ્ટમી ઉત્સવ ઉજવાશે. જન્માષ્ટમીના દિવસે ઠાકોરજીને પરંપરાગત રીતે ખુલ્લા પડદે સ્નાન કરાવાય છે. તે અંતર્ગત આજે સવારે ઠાકોરજીને ખુલ્લા પડદે સ્નાન-અભિષેક કરાયા હતા. જેના દર્શનનો બહોળી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધેલ. મંદિરના સાંજના સમયમાં ઉત્થાપન દર્શન બાદ રાત્રે ૯ થી ૧ર મંદિર બંધ રહેશે. બાદમાં રાત્રીનિા ૧રના ટકોરે અધિક માસ શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી થશે. ઉત્સવ આરતી સાથે ભાવિકોની ઉપસ્થિતિમાં નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી નાદથી જગતમંદિર ગુંજી ઉઠશે. ઉત્સવ દર્શન રાત્રે ૧ર થી ૧ સુધી થશે. આવતીકાલ તા.૯ના રોજ પારણા નોમ પ્રસંગે ઉત્સવ આરતી સવારે ૭ કલાકે તેમજ અનોસર બપોરે ૧ થી પ તથા સાંજનો ક્રમ નિત્યક્રમ મુજબ રહેશે તેવું દ્વારકાધીશ દેવસ્થાન સમિતિની યાદીમાં જણાવેલ છે.

error: Content is protected !!