પ્રભાસ પાટણની વેણેશ્વર સોસાયટીમાં ફરતા દિપડાને પકડવા વનવિભાગે પાંજરૂ મુકયું

0

સોમનાથ-પ્રભાસ પાટણ સોમનાથ મંદિર નજીક આવેલ વેણેશ્વર સોસાયટીમાં બે દિવસ પહેલાં સોમનાથ ટ્રસ્ટ સ્ટોર અને ડમ્પીંગ હાઉસમાં દિપડો દેખાયો હતો. અને જે સીસીટીવીમાં પણ કેદ થયેલ હતો.
આ અંગે સોમનાથ ટ્રસ્ટ ચોકીદાર તેમજ તેની બાજુમાં પશુ ઢોર સાથે રહેણાંક ધરાવતાં રબારી રાજુભાઈ કોડીયાતરે સોમનાથ ટ્રસ્ટને જાણ કરતાં સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાની અરજીના આધારે વેરાવળ વન વિભાગ રેન્જ ફોરેસ્ટર ઓફીસર કે.એચ.પંપાણીયાએ તે સ્થળે વન વિભાગના સ્ટાફને પાંજરા સાથે મોકલી ગઈકાલ બપોરથી તે દિપડાને પકડવા પાંજરૂ ગોઠવેલ છે.

error: Content is protected !!