જેતપુરની જી.કે. એન્ડ સી.કે. બોસમિયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના એન.એસ.એસ. યુનિટ ૧ અને એન.એસ.એસ વિભાગના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ જેતપુર તાલુકાનાં પેઢલા ગામ ખાતે આવેલી ક્રિષ્ના ગૌ શાળામાં લાંબા સમય સુધી ટકી રહે તેવા ૭૫ વૃક્ષોનું વાવેતર કરી રાષ્ટ્રની એકતા અને એકસુત્રતા માટે પ્રતિજ્ઞા લીધી હતી. જેમાં અમૃતકાળના પાંચ પ્રણ વિકસિત ભારતનું લક્ષ્ય, ગુલામીની માનસિકતામાંથી સ્વતંત્રતા, ભારતના સમૃદ્ધ વારસા પર ગર્વ અને તેનું સંરક્ષણ, દેશની એકતા અને એકસૂત્રતા તેમજ નાગરિકોમાં ફરજ અને જવાબદારીની ભાવના સમાવિષ્ટ છે. આ તકે ગામના સરપંચશ્રી, ગૌ શાળાના પ્રમુખશ્રી તેમજ ગૌશાળાના સભ્યો, શિક્ષકો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.