આગામી તા.૧૭ ઓગસ્ટથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ રહી છે. ત્યારે શ્રાવણ માસ જે શિવ આરાધના નો મહિનો છે શિવ કૃપા મેળવવા માટે ગિરનારની ગોદમાં નાથ ભૂતનાથ મહાદેવ બિરાજમાન જૂનાગઢની મધ્યમાં જૂનાગઢનો છે.આ પવિત્ર શ્રાવણ માસમાં સંસ્થા દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે આખો શ્રાવણ માસ શિવભક્તો શંભુમઇ થઇ ભક્તિભાવથી શિવ આરાધના કરે.આવા શુભ હેતુથી શ્રાવણ માસના ચાર અઠવાડિયા માં ચાર પુરાણનું મંદિર પરિસરમાં વ્યાસપીઠ પરથી સંગીતમય શૈલીમાં પઠન થશે. જેનો સમય સવારે ૯ વાગ્યા થી ૧૨ વાગ્યા સુધીનો રહેશે તેમજ સાંજે ૪ વાગ્યાથી ૬ઃ૩૦ વાગ્યાના સમયમાં અલગ અલગ વિષય પર ધાર્મિક વ્યાખ્યાન રહેશે.ત્યારબાદ દરરોજ ૭ઃ૩૦ વાગ્યા થી ૮ વાગ્યા સુધી દેવાઘી દેવ મહાદેવની આરતી અને રાત્રે ૯ વાગ્યાથી ૧૦ઃ૩૦ વાગ્યા સુધી વિશિષ્ટ વક્તાઓ વિશિષ્ટ વિષય પર વ્યાખ્યાન આપશે. જેના કેન્દ્રસ્થાને વિષય “ધર્મ” રહેશે. શ્રાવણ માસના દરેક સોમવારે તથા શિવરાત્રી પર રાત્રે ૧૨ કલાકે ભક્તો શિવ આરાધનામાં ડોલે અને શિવમઈ થઈ જાય એવી મહા આરતી થશે.
વધુમાં શ્રાવણ માસના દરેક સોમવારે ખ્યાતનામ ભજનીકો દ્વારા ભજન સંધ્યા થનાર છે તારીખ ૨૦ ઓગસ્ટ ૨૦૨૩ રવિવારના રોજ ભૂતનાથ મંદિરના પ્રાંગણમાં ‘શિવ સ્તુતિ’ પર ભરતનાટ્યમ દ્વારા બાળકો નૃત્ય આરાધના કરશે.શ્રાવણ માસના પહેલા સોમવારે જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા વરિષ્ઠ સંતો તથા પદાધિકારીઓ દ્વારા સરદારચોકથી મોતીબાગ સુધીના માર્ગનું નામાભિધાન સ્વયંભુ શ્રી ભૂતનાથ મહાદેવ માર્ગ’ અનાવરણ થવાનું છે.
વધુમાં શ્રાવણ માસના પ્રારંભે સમગ્ર મંદિર પરિસર રંગબેરંગી હાઇ બીમ આધુનિક લાઇટથી સજાવવામાં આવનાર છે. શ્રાવણ માસમાં સમગ્ર જૂનાગઢવાસીઓ ભુતનાથ મહાદેવના આશીર્વાદ લઇ તથા જૂનાગઢમાં ભક્તિનો સંચાર થાય માટે “જૂનાગઢનો નાથ… જય ભુતનાથ… ઉદ્ઘોષણા સાથે ભૂતનાથ મહાદેવ મંદિર મહંત શ્રી મહેશગીરી બાપુ સૌને સમગ્ર શ્રાવણ મહિના દરમિયાન ભૂતનાથ મંદિરમાં સેવા પૂજા અર્ચના આમંત્રણ પાઠવ્યું છે.