દ્વારકા તાલુકામાં ‘‘મારી માટી મારો દેશ’’ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા

0

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકાના ગોરીયાળી ગામે રાષ્ટ્રપ્રેમ ઉજાગર કરતા “મારી માટી, મારા દેશ” અભિયાનની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત દ્વારકા તાલુકાના ગોરીયાળી ગામમાં વીરોને વિરાંજલી, શિલાફલકમ તકતી અનાવરણ, વસુધા વંદન, પંચ પ્રાણ પ્રતિજ્ઞા, ધ્વજવંદન સહિતના કાર્યક્રમો દ્વારા વીર શહીદોને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત ભારતીય સેનામાં હાલ ફરજ બજાવતા જવાનોના માતા પિતાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું અને તેમના હસ્તે રાષ્ટ્ર ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય, તાલુકા વિકાસ અધિકારી, સરપંચ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!