દ્વારકા એબીવીપીના હોદ્દેદારોની વરણી

0

વિશ્વના સૌથી મોટા છાત્ર સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા નગર કારોબારીની ઘોષણા કરવામાં આવી હતી. જેમાં નગરમંત્રી તરીકે વિશ્વરાજસિંહ માણેક અને નગર સહમંત્રી તરીકે વિનયભાઈ ઘેડિયા , સોહમભાઈ જટણીયા સહિતના વિદ્યાર્થીઓને જવાબદારી સોંપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સંયોજક સંદીપ બેરા, જિલ્લા સંગઠન મંત્રી જયદેવસિંહ જેઠવા અને ખંભાળિયાથી પ્રશાંત નકુમ, ઋષિરાજ ખેતિયા, રાજવીરસિંહ જાડેજા, હર્ષ નકુમ સહિતના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા. નવનિયુક્ત હોદ્દેદારોને આવકારી, શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

error: Content is protected !!