શહીદોને વંદન, પંચ પ્રણ પ્રતિજ્ઞા, વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમ યોજાયા
ગીર-સોમનાથમાં ‘મેરી માટી મેરા દેશ’ કાર્યક્રમની ઉજવણીનો ઉત્સાહપૂર્વક પ્રારંભ થયો છે. ત્યારે સુત્રાપાડા તાલુકાના ઘંટીયા ગામ ખાતે “માટીને નમન ,વીરોને વંદન” થીમ અંતર્ગત ઉત્સાહપૂર્વક રાષ્ટ્રભક્તિના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે સુત્રાપાડા તાલુકા પંચાયત સદસ્ય હમીરભાઇ વાઢીયા, સામાજિક કાર્યકર મહેન્દ્રભાઈ નાઘેરા તથા માજી રીટાયર્ડ આર્મીમેન મુકેશ સિંહ ઝાલા તથા તલાટી મંત્રી, આરોગ્ય સ્ટાફ, આંગણવાડી સ્ટાફ, શાળા પરિવાર, ગ્રામજનો દ્વારા દીપ પ્રગટાવી શહીદોને વંદન કર્યા હતા. તેમજ પંચ પ્રણ પ્રતિજ્ઞા, વૃક્ષારોપણ, સેલ્ફી અપલોડ સહિતના કાર્યક્રમમાં ભાગ લઈ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ આઝાદી કા અમૃત મહોત્સવમાં ગ્રામ્યથી લઈ જિલ્લાકક્ષાએ આ રાષ્ટ્રભક્તિ ઉજાગર કરતા કાર્યક્રમમાં તમામ ગીર સોમનાથવાસીઓ સહભાગીતા નોંધાવે અને સેલ્ફી લઈ અપલોડ પણ કરે તેમજ આસપાસના અન્ય લોકોને પણ આ કાર્યક્રમમાં પોતાની સહભાગીદારી નોંધાવવા પ્રેરણા પૂરી પાડે એવી અપીલ કરી હતી.