Thursday, September 28

ભૂતનાથ મહાદેવ સત્સંગ મંડળ ની બહેનોનું અધિક શ્રાવણ માસમાં સન્માન કરાયું

0

વીણાબેન પંડ્યા સ્થાપિત સંહીતા મહિલા મંડળના ચેરમેન ચેતનાબેન પંડ્યા અને સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ જૂનાગઢ મહાનગરના પ્રમુખ આરતીબેન જાેષી અને દક્ષાબેન જાેષી અને તેની ટીમ દ્વારા ભૂતનાથ મહાદેવ જૂનાગઢમાં સત્સંગ મંડળ ચાલે છે. જે છેલ્લા ૫૦ વર્ષથી કાર્યરત છે તેમજ હાલમાં અધિક શ્રાવણ માસ ચાલતો હોય આ તમામ બેહેનોનું તેમજ આ મંડળના પ્રમુખ સવિતાબેન પટેલ, હંસાબેન જાેશી, વિજયાબેન પરમાર, જયાબેન વડાલિયા, ભાનુબેન ભટ્ટ, કુસુમબેન જાેશી, હંસાબેન મિઠીયા વગેરે છેલા ૧૫ વર્ષથી વધારે સમયથી કાર્યરત આ બહેનોનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ ભૂતનાથ મહાદેવ સત્સંગ મંડળના બાકીના તમામ સભ્ય બહેનોનું ખેસ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.

error: Content is protected !!