ડાયેટ જૂનાગઢ ખાતે સંકલન બેઠક યોજાઇ

0

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જૂનાગઢ ખાતે પ્રાચાર્યશ્રી હિરેનભાઈ ભટ્ટની અધ્યક્ષતામાં એક સંકલન બેઠક યોજાય હતી. જેમાં પૂર્વ નાયબ નિયામક આર. એસ. ઉપાધ્યાયની પ્રેરક ઉપસ્થિતિ હતી. આ બેઠકમાં જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન, જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ જૂનાગઢના મંત્રી, ઉત્કર્ષ મંડળ જૂનાગઢના પ્રમુખ તથા મંત્રી, શૈક્ષિક મહાસંઘ જૂનાગઢના પ્રમુખ તથા મંત્રી, સમગ્ર જૂનાગઢ જિલ્લાના ટી.પી.ઇ.ઓ તથા બી.આર.સી. કો. ઓર્ડિનેટર, કેળવણી નિરીક્ષકો, એસ. વી. એસ. કન્વીનર તથા ડાયેટ લેક્ચરર્સ ઉપસ્થિત રહેલ હતા. આ બેઠકમાં ગત શૈક્ષણિક વર્ષમાં થયેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવેલી તેમજ આગામી સમયમાં ગણિત વિજ્ઞાન પ્રદર્શન, કલા ઉત્સવ, ઇન્સપાયર્ડ એવોર્ડ જેવા કાર્યક્રમોના આયોજન અને સંકલન અંગે વિશદ ચર્ચા કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ ભરત મેસિયાએ કરી હતી.

error: Content is protected !!