જૂનાગઢ તાલુકાના ભીયાળ ગામની સીમમાં વોકળાના કાંઠે જાહેરમાં જુગાર રમતા છ ઝડપાયા

0

જૂનાગઢ તાલુકાના ભીયાળ ગામની સીમમાં વોકળાના કાંઠે જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને તાલુકા પોલીસે ઝડપી લઈ રૂા.૧પ,ર૩૦નો મુદ્દામાલ ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભેંસાણમાં જુગાર રમતા ૧૦ મહિલા ઝડપાઈ
ભેંસાણ પોલીસે ગઈકાલે ભેંસાણના જીન પ્લોટ વિસ્તારમાં જુગાર અંગે દરોડો પાડતા જાહેરમાં જુગાર રમતી ૧૦ મહિલાઓને રૂા.૬૩૯૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેના વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

જૂનાગઢના ખલીલપુર રોડ ઉપરથી ૧૯ બોટલ દારૂ ઝડપાયો
જૂનાગઢ બી ડીવીઝન પોલીસે ગઈકાલે ચોક્કસ બાતમીના આધારે ખલીલપુર રોડ નજીક જાહેરમાંથી ઉમેશ ઉર્ફે કાળુ સાંગાભાઈને ભારતીય બનાવટની પરપ્રાંતીય શીલપેક બોટલ નંગ-૧૯ તેમજ મોટરસાઈકલ જીજે-૧૧-સીએફ-૦૦૪પ વિગેરે મળી કુલ રૂા.ર૭,૬૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેના વિરૂધ્ધ પ્રોહિબિશન અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલ છે.

મેંદરડા-કેશોદ પંથકમાં ગળાફાંસાથી બે કિશોરીના મૃત્યું
મેંદરડા સામા કાંઠા ઘાસ ડેપાની બાજુમાં બનેલા બનાવમાં નંદનીબેન બાલાભાઈ માંગરોળીયા(ઉ.વ.૧૩) ઘરમાં સાડીના હિચકા વડે રમતી હતી તે દરમ્યાન કોઈપણ કારણસર સાડી ગળાના ભાગે વિંટળાઈને ગળાફાંસો ખાઈ જતા તેમનું મૃત્યું થયું છે. જયારે અન્ય એક બનાવમાં કેશોદ તાલુકાના અગતરાય ગામે રહેતા વિરલબેન મુકેશભાઈ જાડેજા(ઉ.વ.૧૩) કોઈપણ કારણસર પોતાની મેળે ગળાફાંસો ખાઈ જતા તેનું મૃત્યું થયું છે. પોલીસે આ બનાવ અંગે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!