જૂનાગઢના સુપ્રસિધ્ધ દામોદર કુંડ ખાતે અધિક શ્રાવણ માસ દરમ્યાન પુણ્યનું ભાથું બાંધવા ભાવિકો ઉમટી પડયા

0

પવિત્ર પુરૂષોતમ માસ દરમ્યાન જૂનાગઢ શહેર અને જીલ્લામાં તેમજ સમગ્ર સૌરાષ્ટ્રમાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. દરમ્યાન જૂનાગઢ શહેરમાં ભવનાથ તળેટી રોડ ઉપર આવેલા સુપ્રસિધ્ધ યાત્રાધામ એવા દામોદર કુંડ ખાતે પવિત્ર પુરૂષોતમ માસ દરમ્યાન મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડયા છે. પવિત્ર પુરૂષોતમ માસ અંતિમ ચરણમાં છે જેને લઈને ભાવિકો પિતૃતર્પણ, સ્નાન કરી પુણ્યનું બાથું બાંધતા હોય છે. જેને લઈને દામોદર કુંડ ખાતે ભારે ઘસારો જાેવા મળી રહ્યો છે.

error: Content is protected !!