જૂનાગઢમાં ટમેટાનો ભાવ ગગડયા : કિલોએ રૂા.૬૦નો ઘટ્યા

0

ચોમાસા દરમ્યાન અતિ ભારે વરસાદ થવાના પગલે જૂનાગઢ શહેર અને જીલ્લાભરમાં શાકભાજીના ભાવો આસમાને પહોંચ્યા હતા અને તેમાંય રોજીંદા વપરાશમાં ટમેટા, મરચા, લીંબુના મોંઘા ભાવ થયા હતા. દરમ્યાન હાલ વરાપ જેવું છે અને ટમેટાની આવક બમણી થઈ જતા ટમેટાના ભાવો ગગડયા છે અને રૂા.૬૦નો ઘટાડો થયો છે. છેલ્લા બે માસથી ટમેટાનો ભાવ ગૃહિણીઓને અકળાવી રહ્યો છે. એક સમયે ૨૦૦ રૂપિયે કિલો વેચાતા ટમેટા ગઇકાલે ૧૬૦ રૂપિયામા મળતા હતા. પરંતુ છેલ્લા ચોવીસ કલાકમા ટમેટાની આવક બમણી થતા ભાવ દબાયા છે અને આજે છુટક બજારમા ટમેટા ૧૦૦ રૂપિયે કિલો વેચાતા હતા. સ્થાનિક આવક શરૂ થયે ભાવ હજુ નીચા જશે. ટમેટાના ભાવે લોકોને અકળાવી દીધા છે. લગભગ દરેક ઘરમા ટમેટાનો રોજીંદો વપરાશ જાેવા મળી રહ્યો છે. પરંતુ પાછલા બે માસથી ટમેટાના ભાવ આસમાનને આંબ્યા હતા. આમ તો સામાન્ય રીતે ચોમાસાના આરંભે દર વર્ષે શાકભાજીના ભાવમા વધારો થાય છે. ચાલુ સાલે પણ તમામ શાકભાજીના ભાવમા આકરો વધારો થયો છે. પરંતુ ટમેટાના ભાવે રેકોર્ડ તોડયા હતા. જૂનાગઢમા એક સમયે ટમેટાનો ભાવ પ્રતિ કિલોએ રૂપિયા ૨૦૦ સુધી પહોંચ્યો હતો અને ત્યારબાદ નીચે જઇ ગઇકાલે ૧૬૦ રૂપિયે કિલો ટમેટા વેચાતા હતા.જાે કે આજે ટમેટાના ભાવમા મોટો કડાકો આવ્યો હતો. જૂનાગઢમા આજે ટમેટાની આવક સામાન્ય કરતા બમણી થઇ હતી. જેને પગલે ટમેટાનો ભાવ પણ ગગડીને પ્રતિ કિલો ૧૦૦ રૂપિયા પહોંચી ગયો હતો. અહી મોટાભાગના ટમેટા દક્ષિણ ભારતમાથી આવે છે. અહી સામાન્ય રીતે દરરોજ એક ગાડી ટમેટા આવતા હતા. પરંતુ આજે ટમેટાની બે ગાડીની આવક થઇ હતી. દક્ષિણ ભારતમા ખાસ કરીને નાસિક બેંગ્લોર પંથકમા સતત વરસાદના કારણે આવક ઘટી હતી. હવે વરસાદ થંભ્યો હોય આવક વધવા માંડી છે. બીજી તરફ સ્થાનિક દેશી ટમેટાની આવક હજુ શરૂ થઇ નથી. આ આવક શરૂ થતાની સાથે જ ટમેટાના ભાવ હજુ વધુ નીચા જશે. એક સમયે ૨૮ કિલો કેરેટનો ભાવ ૩૨૦૦ સુધી બોલાતો હતો. જાે કે હવે ભાવ સતત દબાશે.

error: Content is protected !!