જૂનાગઢની વિવિધ સંસ્થાઓ દ્વારા સદગત શાસ્ત્રી સ્વ. દિવ્યેશભાઈ જાેશીને સંસ્થાઓ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ

0

તાજેતરમાં તારીખ ૮-૮-૨૦૨૩ને મંગળવારના રોજ શ્રીમદ ભાગવત આચાર્ય અને સાહિત્ય શાસ્ત્રી સ્વ. દિવ્યેશભાઈ જાેશીના અવસાનના સમાચાર જાણી સત્યમ સેવા યોગ મંડળ ખૂબ જ દુઃખની લાગણી અનુભવે છે. કારણ સ્વ. દિવ્યેશભાઈ દ્વારા આ સંસ્થાની ૫૧ કરતા વધુ દીકરીઓના એટીએમ લગ્ન એની ટાઈમ મેરેજ કરાવી આપ્યા હતા. જેમાં હંમેશા પૂજાપો પોતે લઈ આવે દક્ષિણા પણ લીધા વગર સામેથી સંસ્થાને કંઈકને કંઈક હંમેશા આપીને જતા. આ એમની પોતાની વ્યવસાય પ્રત્યેની ખરી ઉદારતા હતી. જેને માનવતાની મહેક કહેવાય અને અચાનક ઈશ્વરના ઘરના તેડા આવ્યા એટલે કહેવાનું મન થાય કે હે ઈશ્વર તારા ખજાને ક્યાં ખોટ હતી તે એમને તારી પાસે બોલાવી લીધો પછી મનને મનાવ્યું કે તારે પણ આવા માણસની જરૂર હશે. સત્યમ સેવા યુવક મંડળને ખરેખર એની ન પૂરી શકાય એવી ખોટ પડી છે પરંતુ ઈશ્વરના દરબારમાં આપણું કાંઈ આવતું નથી. કારણ વહેલા કે મોડા ત્યાં મારે અને તમારે ત્યાં જવાનું છે. આવી રીતે આપણા મનની મનાવી લેવાનું સત્યમ સેવા યુવક મંડળ, અંધ કન્યા છાત્રાલય મહિલા, આશ્રયસ્થાન મયારામ આશ્રમ, દિવ્યાંગ સેવા સંસ્થા, અપના ઘર, વૃદ્ધાશ્રમ સાંપ્રત, દિવ્યાંગ સેવા સંસ્થા, રાષ્ટ્રીય અંધજન મંડળ વગેરે સંસ્થાઓના અગ્રણી મનસુખભાઈ વાજા, અરવિંદભાઈ મારડિયા, બટુકબાપુ, મુકેશગીરી એસ. મેઘનાથી, અલ્પેશભાઈ પરમાર, કમલેશભાઈ પંડ્યા તેમજ સેવાભાવી કાર્યકરો કે.કે. ગોસાઈ, મનહરસિંહ ઝાલા, પ્રવીણભાઈ જાેશી, ચંપકભાઈ જેઠવા, કેતનભાઈ નાંઢા વગેરે દ્વારા પ્રભુ દિવ્ય આત્માને પોતાના ચરણોમાં સ્થાન આપી અને વૈકુંઠમાં વાસ આપે એવી સત્યમ સેવા હોલ ખાતે શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી તેમજ આ દિવ્ય આત્માને શાંતિ આપે પરમ કૃપાળુ પરમ કૃપાળુ બધા સભ્યવતી પ્રાર્થના કરી હતી.

error: Content is protected !!