વિસાવદરમાં જુગાર દરોડો : છ ઝડપાયા

0

વિસાવદર પોલીસે ગઈકાલે બસ સ્ટેન્ડ નજીક જુગાર અંગે દરોડો પાડતા અંધશાળા રોડ ઉપર જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને રૂા.૧૦,૧૪૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેમના વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

ઈશ્વરીયા ગીર ગામની સીમમાં પથ્થર વડે હુમલો
વિસાવદર તાલુકાના નાની મોણપરી ગામના હરેશભાઈ વિઠ્ઠલભાઈ વઘાસીયા(ઉ.વ.૩૭)એ ભીમજીભાઈ લાલજીભાઈ ધામેલીયા રહે.નાની મોણપરી વાળા વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, ઈશ્વરીયા ગીર ગામની સીમ નજીક બનેલા બનાવમાં આ કામના ફરિયાદી અને આરોપીની ખેતીની જમીન એક જ શેેઢે આવેલ હોય જે શેઢા ઉપર સાહેદ વિઠ્ઠલભાઈ ઘાસ કાપતા હતા આ ઘાસ નહી કાપવાના મનદુઃખના કારણે ફરિયાદી તથા સાહેદને આરોપીએ જેમફાવે તેમ ભુંડી ગાળો આપી ફરિયાદીને છુટા પથ્થર વડે માથામાં ઈજા કરી તથા સાહેદને છુટા પથ્થર વડે પડખામાં ઈજા કરી ભુંડી ગાળો આપી ગુનો કર્યાની ફરિયાદ નોંધાવતા વિસાવદર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

  • જૂનાગઢમાં સમાધાન માટે બોલાવી અને લાકડી-છરી વડે હુમલો કરવા અંગે પાંચ સામે ફરિયાદ
    જૂનાગઢમાં ગોધાવાવની પાટી, વાલ્મીકી વાસ નજીક રહેતા નિર્મળાબેન રવિભાઈ જેઠવા(ઉ.વ.ર૩)એ રાજેશભાઈ મનજીભાઈ જેઠવા, સવિતાબેન રાજેશભાઈ જેઠવા, રવિભાઈ રાજેશભાઈ જેઠવા, મિતલ રાજેશ જેઠવા, ધાર્મિક સંજયભાઈ જેઠવા વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામના આરોપીઓ નં. ૦૧ થી ૦૪ નાઓએ ફરિયાદીને કામ બાબતે તથા ફરિયાદીના ચારીત્ર અંગે શંકા કરી તને જાેતી નથી તું જતી રહે અને આરોપી નં.૦૩ રવીને છુટા છેડા આપી દે તેમજ શારીરીક માનસિક દુઃખત્રાસ આપી ઘરમાંથી પહેરેલ કપડે કાઢી મુકી સમાધાન માટે ફરી તથા સાહેદોને બોલાવી મન દુખ રાખી આરોપી નં.૦૧ તથા આરોપી નં.૦૩, ૦૪, ૦૫ નાઓએ ફરીયાદી તથા સાહેદોને જેમ ફાવે તેમ ભુંડી ગાળો બોલી ઉશ્કેરાઇ જઇ આરોપી નં-૦૩ નાએ ફરીયાદીને એક ઝાપટ મારી સાહેદ કલ્પેશને જમણા હાથમાં લાકડીનો એક ઘા મારી છરી તથા લાકડીઓ હાથમાં રાખી જાનથી મારી નાખવાની ધમકી આપી એક બીજાએ મદદગારી કરી જીલ્લા મેજી.ના જાહેરનામાનો ભંગ કરી ગુનો કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા એ ડીવીઝન પોલીસે આરોપી વિરૂધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

જૂનાગઢમાં અગાઉના મનદુઃખે હુમલો : ચારે સામે ફરિયાદ
જૂનાગઢમાં પાઠકનગર, હુડકો પોલીસ લાઈન નજીક બનેલા એક બનાવમાં મહેશભાઈ રાઘવભાઈ ખીમસુરીયા(ઉ.વ.૩ર) રહે.પાઠકનગર વાળાએ કુમાર રબારી, કુમારનો ભાઈ અભુડો, કુમારની માતા તેમજ મામા રહે.રાજીવનગર વાળા વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામના ફરીયાદીને આ કામના આરોપી નં-૧ સાથે જુનુ મનદુઃખ ચાલતુ હોય જેનો ખાર રાખી આરોપી નં-૧ નાએ ફરીયાદીને છરી વડે ડાબા હાથના અંગુઠામા તથા છાતીના ભાગે ગંભીર ઇજાઓ કરી તેમજ આરોપી નં.૨ થી ૪નાઓએ ફરીયાદીને ઢીકા પાટુનો મુંઢ માર મારી ભુંડી ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી એક બીજાની મદદગારી કરી જીલ્લા મેજી.ના હથીયાર બંધી જાહેર નામાનો ભંગ કરી ગુનો કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જૂનાગઢમાં પાવડા વડે હુમલો : બે સામે ફરિયાદ
જૂનાગઢના પંચેશ્વર વિસ્તારમાં રહેતા દિનેશભાઈ પ્રવિણભાઈ પરમારએ અરૂણ તેમજ મયુર વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામના ફરીયાદી તથા સાહેદ ફરીના મમ્મી સવીતાબેન આ કામના આરોપીઓના ઘરે પોતે આપેલ રેતી તથા કાંકરી પરત માંગવા ગયેલ ત્યારે આરોપીઓ ઉશ્કેરાઇ જઇ ફરીને તથા સાહેદને જેમ ફાવે તેમ ભુંડી ગાળો બોલી આરોપી મયુરે ફરીયાદીને પાવડાનો છુટો ઘા મારી ફરીયાદીના જમણા હાથમા ઇજા કરી ફેક્ચર કરી બન્ને આરોપીઓએ એકબીજાને મદદગારી કરી જિલ્લા મેજી.ના હથીયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!