જૂનાગઢ હુમલાના બનાવના બે સગીર આરોપીઓને જામીન ઉપર છોડવા હુકમ કરતી જુવેનાઈલ કોર્ટ

0

તાજેતરમાં જૂનાગઢમાં મજેવડી દરવાજા પાસે આવેલ દરગાહ ખાતે મહાનગરપાલિકા દ્વારા નોટીસ ચોટાડવા બાબતે થયેલ વિવાદમાં પોલીસ કાફલા ઉપર થયેલ હુમલાના બનાવના બે સગીર આરોપીઓને જૂનાગઢની જુવેનાઈલ કોર્ટે જામીન ઉપર છોડવા હુકમ કરેલ છે. આ કેસની વિગત એવી છે કે તા.૧૬-૬-૨૩ના રોજ રાત્રીના સમયે મજેવડી દરવાજા પાસે આવેલ ગેબનશાહ પીરની દરગાહ ખાતે ગેરકાયદેસર બાંધકામ તોડવા અંગે મહાનગરપાલિકા દ્વારા નોટીસ ચોટાડવાની કાર્યવાહી કરવામાં આવી હતી તે સમયે લોકોના ટોળા એકત્રીત થઈ ગયા હતા અને મહાનગરપાલિકાની કામગીરીનો વિરોધ કરવામાં આવેલ હતો. ત્યારબાદ બનાવ સ્થળે પોલીસ કાફલો બંદોબસ્ત માટે પહોંચી ગયેલ અને ઉપસ્થીત લોકો સાથે બોલાચાલી થતા પોલીસ ઉપર હુમલાનો બનાવ બનેલ હતો. જે અંગે જૂનાગઢ એ-ડીવીઝન પોલીસમાં આઈપીસીની ૩૦૨ સહીતની કલમો હેઠળ ખુન તથા રાયોટીંગનો ગુન્હો દાખલ કરવામાં આવેલ હતો. આ ગુન્હામાં પોલીસે કાયદા સાથે સંઘર્ષમાં આવેલા પાંચ સગીર બાળકોની અટકાયત કરવામાં આવી હતી. જે પૈકીના બે જુવેનાઈલની જૂનાગઢની જુવેનાઈલ કોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવેલ હતી. જેમાં નામદાર કોર્ટે બંને પક્ષોને સાંભળી બંને જુવેનાઈલ તરફે એડવોકેટ સાજીદખાન એચ. પઠાણ, અસ્ફાક ઠેબા, મોહસીન બાસઠીયા, મારૂફ આઈ. બાબી સહીતના એડવોકેટની રજુઆત માન્ય રાખી બંને જુવેનાઈલને જામીન ઉપર મુકત કરવા હુકમ કરેલ છે.

error: Content is protected !!