જર્જરિત ટાંકાની ઈમારતો ઉતારી લેવા કોર્પોરેટર અશોક ચાવડાએ માંગ કરી
જૂનાગઢ શહેર વોર્ડ નંબર-૧ના દોલતપરા, સાબલપુર અને સરગવાળા વિસ્તારમાં આવેલા જર્જરીત પાણીના ટાંકા અને ઇમારતો ઉતારી લેવા કોર્પોરેટર અશોક ચાવડાએ માંગ કરી છે. સાથે પાંચ થી સાત વર્ષ પહેલા આ ત્રણેય વિસ્તારમાં ૬ લાખ લિટરના પાણીના ટાંકાઓ બનાવવામાં આવ્યો છે પરંતુ આજ દિવસ સુધી આ પાણીના ટાંકામાંથી લોકોને પાણી મળ્યું નથી અને લોકો પાણી વગર વલખા મારી રહ્યા છે. આ વિસ્તારમાં ગંદુ અને ગટરનું પાણી પીવાના પાણીમાં ભળતું હોવાથી લોકોના સ્વાસ્થય સાથે ચેડા થઈ રહ્યા છે. ત્યારે તાત્કાલિક મીઠું પાણી આપવામાં આવે તેવી મ્યુનિસિપલ કમિશ્નર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને કોર્પોરેટર દ્વારા પત્ર પાઠવી રજૂઆત કરી છે.