વંથલી તાલુકાના સાંતલપુર ગામે પતિ-પત્ની અને પુત્રનો સામુહિક આપઘાત : પુત્રી ગંભીર

0

વંથલી તાલુકાના સાંતલપુર ગામની સીમમાં આવેલી એક વાડીમાં પતિ-પત્ની અને પુત્ર-પુત્રી એમ ચારેય સભ્યોએ એકસાથે ઝેરી દવા પી લેતા પતિ-પત્ની અને પુત્રના મોત નિપજયાં હતા. જયારે પુત્રી ગંભીર છે. આ બનાવ પહેલા પતિએ પોતાના શેઢા પાડોશી મિત્ર પ્રદિપભાઈને છેલ્લો ફોન કરી કહ્યું હતું કે, હવે હું આ દુનિયામાં નહી રહું. હું મારા ફેમિલી સાથે દવા પી લઉં છું. આથી પ્રદિપભાઈએ પુછયું તમે અત્યારે કયાં છો ? તો સામેથી જવાબ મળ્યો વાડીએ. આથી પ્રદિપભાઈ સાવલીયા પોતાના મિત્રની વાડીએ દોડી ગયા હતા. જયાં તેમના મિત્ર અને શેઢા પાડોશી વિકાસભાઈ રમણીકભાઈ દુધાત્રા(ઉ.વ.૪પ), તેમના પત્ની હીનાબેન(ઉ.વ.૪પ), પુત્ર મનન(ઉ.વ.૧ર) અને પુત્રી હેપ્પી(ઉ.વ.૧પ)ની હાલત જાેઈ તેમણે ૧૦૮ને ફોન કર્યો હતો અને તમામને જૂનાગઢ સિવીલમાં ખસેડયા હતા. જાેકે, હોસ્પિટલમાં વિકાસભાઈ, હીનાબેન અને મનનને મૃત જાહેર કરાયા હતા. જયારે હેપ્પીની હાલત ગંભીર ગણાવા રહી છે. આ અંગેની વિગત આપતા સાંતલપુરના સરપંચ વિપલભાઈ કાપડીયાએ જણાવ્યું હતું કે, વિકાસભાઈની ગામની સીમમાં ૩પ થી ૪૦ વિઘા જમીન ધરાવતા સાધનસંપન્ન ખેડૂત છે. તેઓ ગામમાં એક જ ડેલામાં રહે છે. તેમના નાનાભાઈ કચ્છમાં નોકરી અર્‌ રહે છે. વિકાસભાઈની એક પુત્રી હાલ સાસરીયે છે. જયારે પુત્ર મનન વડોદર ગામે હોસ્ટેલમાં અને પુત્રી હેપ્પી જૂનાગઢના કન્યા છાત્રાલયમાં રહીને ભણે છે. આ બનાવ સાંજે પ વાગ્યા બાદ બન્યો હતો. બનાવના સ્થળેથી સ્યુસાઈડ નોટ મળી નથી. જાેકે, આખા પરિવારે શા માટે સામુહિક આપઘાતનું પગલું ભરવું પડયું એ અંગેની તપાસની કાર્યવાહી પોલીસ શરૂ કરશે.

error: Content is protected !!