Saturday, September 23

સ્વતંત્રતા દિન પૂર્વે રાવલ ખાતે તિરંગા યાત્રા યોજાઇ : મોટી સંખ્યામાં ગ્રામજનોની ઉપસ્થિતિ

0

કલ્યાણપુર તાલુકામાં “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત હર ઘર તિરંગા કાર્યક્રમના ભાગ રૂપે રાવલ ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિક પી.એસ.આઈ. તેમજ પોલીસ સ્ટાફ સાથે રાવલના નગરજનો જાેડાયા હતા. તિરંગા અને દેશભક્તિના નારા સાથે એચ.જી.એલ. હાઈસ્કૂલથી થઈને આ રેલી મુખ્ય બજાર બાદ દરબારગઢ ખાતે પહોંચીને શાહિદ વીર જેસાભાઈના સ્ટેચ્યુને ફુલહાર કરવામાં આવ્યું હતું. જેમાં ગામ લોકો એ આ તિરંગા યાત્રાને ફૂલોથી વધાવી હતી.

error: Content is protected !!