દેવભૂમિ દ્વારકામાં ડિમોલીશન બાદ પુનઃ દબાણો શરૂ

0

દબાણની જૂની રીત મુજબ પથ્થરો, ઈંટો મૂકાવા લાગ્યા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા મંડળ તથા હર્ષદ વિસ્તારમાં થોડા સમય પૂર્વે બે તબક્કે કરવામાં આવેલી દબાણ હટાવ ઝુંબેશમાં સરકારી તંત્રની સર્વત્ર પ્રશંસા થઈ રહી હતી. આ પછી આવા વિસ્તારોમાં સ્થાનિકો દ્વારા પથ્થર અને ઈંટો મૂકી અને પુનઃ દબાણ થાય થઈ શકે તે રીતના કામગીરી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે. દેશના છેવાડા અને સંવેદનશીલ એવા ઓખાના બેટ દ્વારકા વિસ્તારમાં થોડા સમય પૂર્વે અહીંના જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય, ડી.વાય.એસ.પી. સમીર સારડા, પ્રાંત અધિકારી પાર્થ તલસાણીયા અને પાર્થ કોટડીયા સહિતની ટીમ દ્વારા દિવસો સુધી સધન કામગીરી કરીને અનઅધિકૃત રીતે કરવામાં આવેલા ધર્મ સ્થળો, દુકાનો, રહેણાંક, વંડા વિગેરે ઉપર બુલડોઝર ફેરવી અને કરોડો રૂપિયાની કિંમતી આવી લાખો ફૂટ સરકારી જગ્યા ઉપરનું દબાણ ખુલ્લું કરાવ્યું હતું. આ જ રીતે સુવિખ્યાત યાત્રાધામ હર્ષદ ગાંધવી, ભોગાત સહિતના ગામોમાં ડિમોલિશનના બીજા રાઉન્ડમાં પણ લાખો ફૂટ કિંમતી સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. તંત્રની આ ઐતિહાસિક ઓપરેશન ડિમોલિશનની ઝુંબેશના વડાપ્રધાન, મુખ્યમંત્રી સહિતનાઓએ વખાણ કર્યા હતા. પરંતુ આ જગ્યામાં મજબૂત કંપાઉન્ડ વોલ કે ફેન્સીંગ કરવામાં ન આવતા કેટલાક તત્વો દ્વારા ડિમોલિશનના આ કાટમાળની ઈંટો પથ્થર, વિગેરેને આ સ્થળે ગોઠવી અને કાચી દિવાલ જેવું બનાવી અને જાણે દબાણની શરૂઆત કરવામાં આવી હોય તેવું ચિત્ર જાેવા મળ્યું હતું. જાે આવા દબાણ સમય જતા પુનઃ શરૂ થઈ જાય તો તંત્રની કડક ઝુંબેશ ઉપર પાણી ફરી વળે અને પુનઃ પાકા બાંધકામ થઈ જાય તેવું ચિત્ર પણ સર્જાઈ શકે છે.

error: Content is protected !!