ઉનાના વાવરડા ગામે મારી માટી મારો દેશના કાર્યક્રમની ઉજવણી કરાય

0

ઉના તાલુકાના વાવરડા ગામે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાજ્યકક્ષાએથી મેરી માટી મેરા દેશનું અભિયાન શરૂ કરવામાં આવેલ હતું. આ અભિયાનના ભાગરૂપે અને દેશના વીર શહીદોની યાદમાં તારીખ ૧૧-૮-૨૦૨૩ના રોજ વાવરડા ગામે મારી માટી મારા દેશના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં તિરંગા અને સલામી આપી રાષ્ટ્રગાન કરેલ વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપી પુષ્પાંજલિ અર્પણ કરેલ હતી. ત્યારબાદ દરેક વ્યક્તિઓએ માટી હાથમાં લઈ શપથ ગ્રહણ કરેલ હતા. ત્યારબાદ જિલ્લાના તેમજ તાલુકાના અધિકારીઓ તેમજ ગામના સરપંચ, ગ્રામ પંચાયતના સદસ્યઓ, શાળાના શિક્ષકો તેમજ આગેવાનો, કાર્યકર્તાઓ હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું. આ તકે નાના નાના વિદ્યાર્થીઓ દ્વારા રંગોળીની અવનવી ડિઝાઇન કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લાના મદદનીશ નિયામક નિલેશભાઈ ચાવડા, તાલુકા વિસ્તરણ અધિકારી કિર્તીભાઈ રાઠોડ, તલાટી મંત્રી વનરાજભાઈ સોલંકી, ગામના સરપંચ નનુભાઈ બારૈયા, ઉના તાલુકાના સામાજિક ન્યાય સમિતિના માજી ચેરમેન જસાભાઈ ગોહિલ, પત્રકાર યુવા કાર્યકર જેન્તીલાલ વાંજા, વાવરડા ગ્રામ પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ભાણાભાઈ ગોહિલ, જી.આર.એસ. કેતનભાઈ સાખટ, ગુંદાળા ગામના ઉપસરપંચ અને સામાજિક કાર્યકર બોધાભાઈ ચૌહાણ, તાલુકા કિસાન મોરચા પ્રમુખ અને ગામના ઉપસરપંચ શૈલેષભાઈ ડાંગોદરા, ગ્રામ પંચાયતના સદસ્ય યુવા કાર્યકર નરેન્દ્રસિંહ ગોહિલ, અભેસિંહ ગોહિલ તેમજ મેરૂભાઈ ભાલીયા, લાલભાઈ શાહ, શાળાના શિક્ષકો અને શિક્ષિકા બહેનો તેમજ વિદ્યાર્થીઓ સહિત ઉપસ્થિત રહેલ હતા.

error: Content is protected !!