ચિખલી ગામે ૧૦૮એ સફળ પ્રસુતી કરાવી

0

ઉના તાલુકાના ચિખલી ગામે રહેતા એક સગર્ભા મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા ૧૦૮માં કોલ કર્યો અને તુરંત જ ડોળાસા ૧૦૮ની ટીમના ઈ.એમ.ટી.જગદીશ મકવાણા અને પાયલોટ જેસિંગ ભાઇ ચોહાણ તાત્કાલિક ઘટનાસ્થળે ઉપર પહોંચીને ઈ.એમ.ટી. જગદીશભાઇ દ્વારા પ્રાથમિક તપાસ કરવામા આવી હતી અને તે દર્દી ને હોસ્પિટલ લઈ જતા અને અચાનક રસ્તે અસહ્ય દુઃખાવો હોવાથી તત્કાલીન અમદાવાદ ૧૦૮ સેન્ટર ખાતેના ડોક્ટર સાથે ફોનમાં માર્ગદર્શન લઈ અને એમ્બ્યુલન્સ જ નોર્મલ પ્રસુતિ કરાવવાની સલાહ અને જરૂરી દવા આપવામાં આ સફળતાપૂર્વક પ્રસુતિ કરાવીને માતા અને બાળકનો જીવ બચાવ્યો હતો અને નજીકની સરકારી હોસ્પિટલ દાખલ કરવામા આવ્યા હતા એમ્બ્યુલન્સમાં સફળતાપૂર્વક દીકરાનો જન્મ થતા પરિવાર માં ખુશી ની લહેર પ્રસરી ગઈ હતી અને પરિવારે ૧૦૮ના સ્ટાફનો આભાર માન્યો હતો. ઉત્તમ કામગીરી કરવા બદલ જિલ્લા પ્રોગ્રામ મેનેજર મહેન્દ્ર ચૌહાણ અને જિલ્લા અધિકારી દિપક ધ્રાણાએ પણ શુભેચ્છા પાઠવી હતી.

error: Content is protected !!