પ્રાચી તીર્થના કેન્સર બીમારીથી પીડિત યુવાને વહારે આવા અપીલ

0

યાત્રાધામ પ્રાચી તીર્થના રહેવાસી સાધુ સમાજના શૈલેષગીરી કનુગીરી ગોસ્વામી જેને કેન્સરની બીમારી છે. ત્યારે તેમની વહારે આવા લોકોને અપીલ કરવામાં આવી છે. જેમને કેન્સર જેવી બીમારી હોય તેમનું ઓપરેશન પણ કરાવી લીધેલ પરંતુ તેમની આર્થિક સ્થિતિ એકદમ નાજુક પરિસ્થિતિ છે. જેમના માતા-પિતા પણ વૈશ્વિક કોરોના મહામારીમાં મૃત્યું થયેલ હોય તથા ઘરમાં હાલત ગંભીર પરિસ્થિતિ છે. ઘરમાં બંને ભાઈ-બહેન જ હોય જેમાં ભાઈને જ કેન્સરની બીમારી હોવાથી કમાવનારૂને ગંભીર પ્રકારની બીમારી લાગુ પડતા તેઓ હાલ કફોડી હાલતમાં મુકાઈ ગયેલ છે. તો દરેક લોકો, માનવતા ભાઈ-બહેનોને અરજ કરવામાં આવે કે જેમને ફૂલની નહીં તો ફૂલની પાંખડી સમાન મદદરૂપ થવા અપીલ કરવામાં આવે છે. જેમનો એસબીઆઈ બેંક ખાતા નંબર ૩૨૮૬૯૨૪૮૫૫૧ તથા તેમના પેટીએમમાં જમા કરાવવા તથા તેઓને રૂબરૂ મદદરૂપ થવું હોય તો માધવરાયજીના મંદિરની પાસે શૈલેષગીરી કનુગીરી ગોસ્વામી મકાન આવેલ છે.

error: Content is protected !!