ગીર-સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકા મુકામે સુત્રાપાડા શહેરમાં બ્રહ્મ સમાજ પરિવાર દ્વારા શ્રી પુરૂષોત્તમ માસ નિમિત્તે એક સુંદર મજાનું યાત્રા પ્રવાસનું આયોજન કરવામાં આવેલ હતું. તેમાં સમસ્ત બ્રહ્મ સમાજની મહિલાઓ અને કમિટી મેમ્બર્સ સાથે મળી યાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું. તેમાં સમસ્ત બ્રહ્મ સમાજ તેમજ કમિટી મેમ્બર્સ સાથે મળી પુરા હર્ષઉલાસ સાથે વનભોજન તેમજ ભજન-કીર્તન કરી સમસ્ત બ્રહ્મ સમાજે એકતાનું શક્તિ પ્રદર્શન કરી અને આનંદની લાગણી અનુભવી હતી.