આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ દ્વારા યુપીએસસી અન્વયે માર્ગદર્શન વેબીનાર યોજાયો

0

આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ દ્વારા હાલમાં જ ખૂબ જ સારા રેન્કથી યુપીએસસી ક્લિયર કરનાર દુષ્યંતભાઈ ભેડા આઈઆરએસ સાથે માર્ગદર્શન સંવાદ વેબીનારનું આયોજન કરવામાં આવેલ હતું. જેમના માધ્યમથી જાહેર પરીક્ષાની તૈયારી કરતા સર્વે સમાજના અનેક વિદ્યાર્થીઓ માટે આ વેબીનાર સહાયક અને માર્ગદર્શક બન્યો હતો. ખાસ કરીને યુપીએસસી પરીક્ષાની સ્ટ્રેટેજી, વિષય પસંદગી, પ્રિલીમીનરી, મુખ્ય પરીક્ષા સહિતની તૈયારી, ઇન્ટરવ્યૂ અને તૈયારી માટેના વર્ગો તથા આત્મવિશ્વાસ વિગેરે બાબતે માર્ગદર્શન આપી વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબ પણ આપ્યા હતા. આ વેબીનારમાં મુખ્ય માર્ગદર્શક તરીકે દુષ્યંતભાઈ ભેડાઆઈઆરેઅસ(યુપીએસસી) તથા સંવાદવક્તા તરીકે અશોકભાઈ ગુજ્જર(મોટીવેશનલ સ્પીકર), મથુરભાઈ બલદાણીયા(સહએડમીન એએસવીકે ગ્રુપ), ઘનશ્યામભાઈ હેરભા(અધ્યક્ષ, રાજ્ય કોરકમિટી) એએસવીકે ગ્રુપ વગેરે રહ્યા હતાં. વૈચારિક ક્રાંતિ ગ્રુપની એડમીન-સહ એડમીન, કોરકમિટી સહિતની સમગ્ર કન્વીનર્સ ટીમે આ વેબીનાર સફળ બનાવ્યો હતો. આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ એ સર્વે સમાજ માટે પણ અવાર-નવાર શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણ, વ્યસનમુક્તિ સહિત લોકજાગૃતિના કાર્યોનું આયોજન કરે છે.

error: Content is protected !!