ગુજરાત એસ.ટી.ની બલિહારી અને બેહાલી :ઓફ ડ્યુટી સ્ટાફ ટિકિટ પણ ના લે અને ટિકિટ ધારકને આજુબાજુ બેસવા પણ ના દે !

0

ગુજરાત એસ.ટી.તંત્ર ખાડે ગયું છે અને તેને પ્રજાલક્ષી બનાવવા માટે કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે છતાં જેસે થે પરિસ્થિતિ રહેવા પાછળના મુખ્ય કારણોમાં સ્ટાફની દાદાગીરી મુખ્ય કારણ હોવાની ઘટના બહાર આવેલ છે. જે મુજબ ગત તારીખ ૧૧-૮-૨૩ના રોજ માધવપુર-ઓખા વચ્ચે દોડતી બસ બપોરે ૧ઃ૩૦ કલાકે પોરબંદર પહોંચી ત્યારે ત્રણ બેઠક ધરાવતી અને ખાલી રહેલ સીટ ઉપર પ્લાસ્ટિકની થેલી પડેલ હોય તેની બાજુમાં રહેલ ખાલી બેઠક ઉપર દવાખાને દવા લેવા આવેલ સિનિયર સીટીઝન અને તેની સાર સંભાળ અર્થે રહેલા તેમના પૌત્ર બંને બેસતા અને બસ ઉપડવાનો સમય થતા આવેલ એક વ્યક્તિએ આ બેઠેલા મુસાફારોને દાદાગીરી સાથે ઉભા થવાનું જણાવતા તેમના દ્વારા રાખવામાં આવેલ પ્લાસ્ટિકની બેગ વાળી જગ્યા પોતાની હોય અને હું ગુજરાત એસ.ટી.નો સ્ટાફ મેમ્બર છું. માટે મારી આજુબાજુ પણ આપ બેસવા માટે લાયક નથી. માટે ઉભા થવાનું જણાવતા આ સિનિયર સીટીઝન દ્વારા પોતે ટિકિટ લઈ મુસાફરી કરે છે માટે ખાલી બેઠક ઉપર બેસવાનો પોતાનો અધિકાર હોય તેમ જણાવી ઉભા થવાનો ઇન્કાર કરતા પોતાને સ્ટાફના હોવાનું જણાવતી વ્યક્તિ દ્વારા કેફી નશામાં હોય તેમ બિભત્સ વર્તન કરી જ્યાં ફરિયાદ કરવી હોય ત્યાં ફરિયાદ કરજાે મારૂ નામ દિનેશ બારૈયા અને મારા બેઝ નંબર ૨૧૩૦ હોવાનું અને દ્વારકા ડેપોમાં ફરજ બજાવું છું. એસ.ટી. અમારી છે અને અમારી મરજી મુજબ અમે પેસેન્જરને બેસવા દઈએ માટે ઉભા કરવા માટે માથાકૂટ કરવા લાગેલ. ત્યારે સિનિયર સીટીઝન દ્વારા આ સ્ટાફના બેહુદા અને નશો કરેલ હાલતના વર્તનની ફરિયાદ કરવા પોરબંદર એસ.ટી. કન્ટ્રોલ પોઇન્ટ ઉપર ગયેલ તો ત્યાંના ફરજ ઉપરના જવાબદાર અધિકારી દ્વારા આ વ્યક્તિ કોણ છે તે જાણતા હોવાનો ઇન્કાર કરી આ વ્યકતિગત મામલો હોય પોલીસ ફરિયાદ કરવાનું જણાવી ફરિયાદ બુક આપવાનો ઇન્કાર કરતા અને આ વિવાદમાં અન્ય મુસાફારો હેરાન પરેશાન ના થાય તે માટે સિનિયર સીટીઝન દ્વારા કોઈ ફરિયાદના કરવામાં આવતા અને પરિસ્થિતિ પામી શાનમાં સમજી ગયેલ દિનેશ બારૈયાએ પછી કોઈ ખોટો વિવાદ ઉભો ના કરતા સિનિયર સીટીઝન પોતે જ્યાં બેઠા હતા ત્યાં બેસી મુસાફરી કરી પોતાની સાથે ઘટેલ ઘટના અન્વયે ગુજરાત એસ.ટી.માં સ્ટાફને ઓફ ડ્રેસમાં ટિકિટ વગર મફત મુસાફરી કરવાનો અધિકાર છે ? બીજું મફત મુસાફરી કરવી અને આજુબાજુમાં ખાલી સીટ ઉપર કોઈને બેસવા ના દેવા તેવો અધિકાર છે ? ત્રીજું શું સ્ટાફને પોતાની ફરજના સ્થળેથી પોતાના અન્ય જિલ્લાના રહેણાંક સ્થળેથી અપ-ડાઉન દ્વારા ફરજ બજાવવાની છૂટ છે ? સ્ટાફને મુસાફારો સાથે બેહુદું વર્તન કરવાની છૂટ છે ? શું મુસાફારને ખોટા કારણો દર્શાવી ફરિયાદ બુકના આપવાની છૂટ છે ? તેવા પ્રશ્નો સાથે આ દિનેશ બારૈયાની વિરૂધ્ધ ફરિયાદ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવેલ છે. જે હકીકત સ્પષ્ટ કરે છે કે, ગુજરાત એસ.ટી. ફક્ત સ્ટાફના કારણે અને તંત્રની બેદરકારીને કારણે તેની આ કોરોડો રૂપિયાના ખર્ચા પછી પણ તંત્રની બેહાલી અને પ્રજાની બલિહારી છે.

error: Content is protected !!