જૂનાગઢના જલારામભકિતધામ ગૃપની બધી બહેનોએ ધર્મરાજાનું અખંડ વૃત કર્યું અને એકાદશીનું રાત્રિનું જાગરણ કરવા વૈવિધ્યપૂર્ણ ધાર્મિક કાર્યક્રમો આયોજિત કર્યા હતા. રાતના ૧૦ થી ૧૨ સત્ય નારાયણની કથા, તેની વિશિષ્ટતા એ હતી કે તેની પૂજામાં કોઈ દંપતિ નહીં પણ બધી જ બહેનો બેઠી હતી. ત્યાર બાદ હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા. શાસ્ત્રીજીની સાથે રહીને સુંદર મજાનો ભદ્ર મંડળ પૂર્યો, જેના દર્શન કરવા બીજે દિવસે રવિવારે જૂનાગઢની શ્રધ્ધાળુ બહેનો ઉમટી પડી હતી. આવા સુંદર આયોજન બદલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પ્રો. પી.બી. ઉનડકટે જરૂરી સહાય અને ધન્યવાદ આપી બહેનોને બિરદાવી હતી.