જુનાગઢ વેલાવડ ખાતે ગુજરાત ચુંવાળીયા કોળી સમાજ દ્વારા સંત શ્રી વેલનાથ બાપુની દ્વિતિય દિવ્ય ધ્વજાઆરોહણ યાત્રાની રંગેચંગે ઉજવણી કરવામાં આવી

0

ગુજરાત ચુંવાળીયા કોળી સમાજના પ્રમુખ અને ઉદ્યોગપતિ ભામાશા ધર્મેશભાઈ જંજવાડિયા ચુંવાળીયા કોળી સમાજના ધર્મગુરૂ દ્વારા સંત શિરોમણી બાપુની આરાધ્ય ચેતન સમાધિ વેલાવડની જગ્યા ભવનાથ જુનાગઢ ખાતે દ્વિતિય દિવ્ય ધ્વજાઆરોહણ યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રાનું પ્રસ્થાન ઢોલ નગારા શરણાઈ અને ડીજેના તાલે જય વેલનાથના નાદ સાથે સવારે દશ કલાકે ભારતી આશ્રમથી કરવામાં આવ્યું હતું. જેમાં જૂનાગઢ, ગિર-સોમનાથના સંસદ સભ્ય રાજેશભાઈ ચુડાસમા તથા ચુંવાળીયા કોળી સમાજના હળવદના પૂર્વ ધારાસભ્ય પરશોતમભાઈ સારીયા તથા ગુજરાતભરમાંથી ચુંવાળીયા કોળી સમાજના સામાજીક રાજકીય આગેવાનો તથા સંગઠનો મંડળો તથા ભાઈઓ અને બહેનોએ આ દિવ્ય ધ્વજાઆરોહણ યાત્રામાં બહોળી સંખ્યામાં હાજરી આપી હતી અને આ દિવ્ય ધ્વજાઆરોહણ યાત્રા ભવનાથના મુખ્ય માર્ગો ઉપર ફરી વેલાવડ ખાતે પહોંચી હતી. જ્યાં પ્રમુખ ધર્મેશભાઈ જંજવાડિયા પરિવાર અને આમંત્રિત લોકો દ્વારા સંત શિરોમણી શ્રી વેલનાથ બાપુની જગ્યાએ દિવ્ય ધ્વજાઆરોહણ કરવામાં આવેલ અને તમામ આમંત્રિત આગેવાનો અને કાર્યકરોનું ફૂલહાર અને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. સાથે ભવ્ય સંતવાણી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કોળી સમાજનું ગૌરવ એવા કોકીલ કંઠી લલિતાબેન ઘોડાદ્વા તથા કોળી સમાજની ઉભરતી કલાકાર કિંજલ મકવાણા તથા સાથી કલાકારો દ્વારા સંત વેલનાથ બાપુના ભજનો ગવાયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજકોટ અને જૂનાગઢની ટીમ દિનેશભાઈ મકવાણા, બાલાભાઈ પંચાસરા, નટુભાઈ કુવરીયા, ચેતન મકવાણા, ભરતભાઈ ડાભી, દેવભાઈ કોરડીયા, ભરતભાઈ બાલોદ્વા, વિજયભાઈ ડાબસરા, જૂનાગઢ શહેર તથા તાલુકાના આગેવાનો બટુકભાઈ મકવાણા, કાળુભાઈ કડીવાર, અશોકભાઈ મકવાણા, જીતેન્દ્ર રાનેરા, સમજુભાઈ સોલંકી, મોહનભાઈ માંડવિયા, જીગરભાઈ પરમાર, જયરાજભાઈ મકવાણા, ગુજરાતભરમાંથી આવેલા આગેવાનો અને કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી. અંતમાં આ દિવ્ય ધ્વજાઆરોહણ યાત્રામાં સહભાગી થઈ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રમુખ ધર્મેશભાઈ જંજવાડિયા દ્વારા તમામનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

error: Content is protected !!