‘સામાજિક સમરસતામાં સંત સાહિત્યની ભૂમિકા’ વિષય ઉપર રાજ્ય કક્ષાનો પરિસંવાદ યોજાયો ઃ સમાજાેપયોગી માહિતીની આપ-લે : વિદ્વાન વક્તાઓ જાેડાયા

0

શ્રી કેશવ સ્મારક પ્રતિષ્ઠાન ટ્રસ્ટ જૂનાગઢ, સમાજશાસ્ત્ર વિભાગ, ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ, કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ તથા સાહિત્ય અકાદમી ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આજરોજ કૃષિ યુનિવર્સિટીના ઓડિટોરિયમ ખાતે ‘સામાજિક સમરસતામાં સંત સાહિત્યની ભૂમિકા’ વિષય ઉપર એક દિવસીય રાજ્યકક્ષાના પરિસંવાદનું આયોજન થયું હતું. સમગ્ર દિવસ દરમ્યાન ચાર સેશનમાં યોજાયેલ એક દિવસીય પરિસંવાદમાં દીપ પ્રાગટ્ય બાદ કાર્યક્રમની પૂર્વભૂમિકા અને સ્વાગત પ્રવચન ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રો.(ડો.) ચેતનભાઇ ત્રિવેદીએ કર્યું હતું. તેમને આજના જમાનામાં સમરસતાનું મહત્વ સમજાવ્યું હતું. સાથે સાથે હાજર રહેલ સૌ મહેમાનોને તેઓએ શબ્દોથી આવકાર્યા હતા. ત્યારબાદ મહેમાનોનો પરિચય કેશવ સ્મારક પ્રતિષ્ઠાન ટ્રસ્ટના અધિકારી પ્રો.(ડો.) રાજેન્દ્રસિંહ પરમારે આપ્યો હતો. ચાપરડા આશ્રમના મહંત પૂજ્ય મુક્તાનંદ બાપુએ પ્રસંગોચિત પ્રવચનમાં જણાવ્યું હતું કે સમાજની સમતુલા જાળવવામાં સંતોની ભૂમિકા મહત્વની રહી છે અને અખંડ ભારત રાખવા માટે સંતો મોટી ભૂમિકા ભજવી રહ્યા છે. પરીક્ષાલક્ષીને બદલે જીવનલક્ષી અભ્યાસ હોવો જાેઈએ એવું પણ શ્રી મુક્તાનંદ બાપુએ જણાવ્યું હતું, તેઓએ જ્ઞાતિવાદ, જાતિવાદ દૂર કરી રાષ્ટ્રભાવનાનું સાતત્ય જાળવી રાખવા ઉપર ભાર મૂક્યો હતો. ‘વસુદેવ કુટુંબકમ’ની ભાવના સાથે રાષ્ટ્રભાવના સમજાવી હતી. પ્રથમ સેશનમાં બીજરૂપ વક્તવ્ય કુમુદજી શર્મા કે જેઓ સાહિત્ય અકાદમી દિલ્હીના વાઇસ ચેરમેન છે અને હિન્દી વિભાગમાં પ્રોફેસર છે તેઓએ વિવિધ રાજ્યોમાં સંતોના ફાળા વિશે વાત કરી હતી, જેમાં નરસિંહ મહેતા, કબીર, તુકારામ, જલારામબાપા, દાસારામ, બાપાસીતારામ, રવિદાસ, ગુરૂનાનક, ચૈતન્યજી, રૈદાસ, લલેશ્વરીજી વિગેરેનો સમાવેશ થતો હતો. બીજા સેશનમાં મોરબી ખાતે આશ્રમ ધરાવતા શ્રી ભાણદેવજીએ સંતોની સમરસતામાં શું ભૂમિકા છે તેનું મહત્વ સમજાવ્યું હતું અને તેઓએ ગંગા સતી,પાનબાઇના અધ્યાત્મિક જીવનનું મહત્વ સમજાવ્યું હતું.આનંદ આશ્રમ ઘોઘાવદરના નિરંજનભાઇ રાજ્યગુરુએ પ્રાચીન, મધ્યકાલીન તથા આધુનિક ભારતના જીવતર વિશેની મહત્વની વાત કરી હતી અને સાથે સાથે સહન કરે તે સંત આપે તે સંસારી આ ટાઈપના સંતના લક્ષણો વર્ણવ્યા હતા. કેશોદના સાહિત્યકાર નાથાલાલ ગોહિલે જણાવ્યું હતું કે ગિરનાર એટલે સમરસતાનું બિંદુ છે અને તેઓએ વિવિધતામાં એકતા એટલે કે ભારતીય અને ભારતમાતાનો ઉલ્લેખ કરીને વર્ગભેદ, જ્ઞાતિભેદ, જાતિભેદ, ધર્મભેદ વિગેરે એક પણ જાતનો ભેદ ન રાખવા કહ્યું હતું. તૃતીય સેશનમાં પસંદગી પામેલ સંશોધનપત્રોનું વાંચન કરાવવામાં આવ્યું હતું. જેમાં અધ્યાપક વિભાગમાં અને વિદ્યાર્થી વિભાગમાં કુલ ૫૦ પેપર્સમાંથી છ છ સંશોધનપત્રોનું વાંચન થયેલું હતું જેમાં ચેરમેન તરીકે સમાજશાસ્ત્ર ભવનના અધ્યક્ષ પ્રો.(ડો.) જયસિંહ ઝાલા રહ્યા હતા. સમાપન સમારોહમાં મહેમાનોનું સ્વાગત પ્રવચન અને પરિચય કૃષિ યુનિવર્સિટી જૂનાગઢના કુલપતિ પ્રો.(ડો.) વી.પી. ચોવટીયાએ કર્યા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સૌરાષ્ટ્ર પ્રાંત કાર્યવાહ મહેશભાઈ ઓઝાએ સંતોની સમરસતામાં શું ભૂમિકા હોઈ શકે અને સમાજમાં કોઈપણ જાતના નાત જાતના ભેદભાવ વગર આપણે કઈ રીતે રહી શકીએ ? ભારતમાં રાષ્ટ્રભાવના ભારતમાં કઈ રીતે વિકસિત થાય ? તે વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી. અવધૂત આશ્રમ જૂનાગઢના મહંતશ્રી મહાદેવગીરી બાપુએ પોતાના પ્રવચનમાં સંતોની સમરસતા અંગે શું ભૂમિકા હોઈ શકે અને સંતોનું કેવું યોગદાન હોઈ શકે ? કેવા યોગદાનથી સારા અને તંદુરસ્ત સમાજનું નિર્માણ થઈ શકે ? તે અંગે સમજણ આપી હતી. ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યશભાઈ જહાએ જણાવ્યું હતું કે સમાજમાં સમરસતાનું શું મહત્વ છે ? સમરસતાના સંદર્ભમાં ગુજરાત અને ભારતની હકારાત્મક ઓળખ કેવી રીતે થઈ શકે ? ભારત દેશને કઈ રીતે વિકસિત કરી શકાય ભારત દેશને કઈ રીતે વિશ્વ ગુરૂ બનાવી શકાય ? વિગેરે વિશે વાત કરી હતી. ચારેય સેશન દરમ્યાન અનુક્રમે ચેતેશભાઈ ઓઝા, પ્રો. રમેશભાઈ મહેતા, ડો. ઋષિરાજ ઉપાધ્યાય, ડો. પરાગ દેવાણી એ સંચાલન કર્યું હતું. અંતમાં આભારવિધિ ચંદુભાઈ ચોવટિયાએ કરી હતી.

error: Content is protected !!