દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ કર્મીને રાષ્ટ્રપતિ મેડલ

0

દેવભૂમિ દ્વારકા જિલ્લા એલ.સી.બી. વિભાગમાં પી.એસ.આઈ. તરીકે ફરજ બજાવતા બી.એમ. દેવમુરારીને રાષ્ટ્રપતિ ચંદ્રકથી સન્માનિત કરવામાં આવનાર છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ તથા પોલીસ કર્મચારીઓનું રાષ્ટ્રપતિના હસ્તે ખાસ સન્માન થનાર છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાની સ્થાનિક ગુના શોધક શાખામાં પી.એસ.આઈ. તરીકે ફરજ બજાવી રહેલા ભાર્ગવ દેવમુરારીની પસંદગી પણ રાષ્ટ્રપતિ મેડલ માટે થઈ છે. અત્રે ઉલ્લેખનીય કે જિલ્લામાં અનેક મહત્વના ગુનાઓના ડિટેકશન તેમજ કાયદો અને વ્યવસ્થાને લગતી કામગીરીમાં પી.એસ.આઈ. દેવમુરારીની મહત્વની ભૂમિકા રહેલી છે.

error: Content is protected !!