કોડીનાર ના ધારાસભ્ય ડૉ. પ્રદ્યુમ્ન વાજાની અધ્યક્ષતામાં મેરી મિટ્ટી મેરા દેશ અભિયાન કાર્યક્રમ યોજાયો

0
કોડીનાર શહેર અને તાલુકાના પદાધિકારીઓ, અધિકારીઓ અને સર્વ સમાજના લોકો દ્વારા સલામી અને શપથ : વૃક્ષારોપણ કાર્યક્રમ અંતર્ગત ૭૫ વૃક્ષ વાવવામાં આવ્યા
ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમની ધારાસભ્ય ડૉ. પ્રદ્યુમન વાજાની હાજરીમાં અને અધ્યક્ષતામાં ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સર્વે સમાજના લોકો રાષ્ટ્રીય ભાવનાથી જોડાયા હતા.ભારત સરકાર દ્વારા શહીદોના સન્માનમાં અને દેશની માટીના માનમાં આ કાર્યક્રમ અંતર્ગત દેશના ગામે ગામ સ્મારકો નિર્માણ કરી, શપથ વિધિ સાથે રાષ્ટ્રીય ગાન કરવામાં આવનાર છે. આ કાર્યક્રમ ૯ ઓગસ્ટ થી ૩૦ ઓગસ્ટ સુધી ચાલશે અને દેશભરમાં કાર્યક્રમો થશે.મેરી માટી મેરા દેશ અભિયાન અંતર્ગત દેશભરમાં અમૃત કળશ યાત્રા શરૂ કરવામાં આવી છે. ૭૫૦૦ કળશ સાથે આ રાષ્ટ્રીય યાત્રા દિલ્હી પહોંચશે.આ માટી અને છોડ દ્વારા અમર શહીદ સ્મારક પાસે નિર્માણ પામશે અમૃત વાટિકા, ગુજરાતમાં આ અભિયાન અંતર્ગત ૧.૫૦ કરોડ લોકો જોડાશે અને ૧૦ લાખથી વધુ વૃક્ષો વાવવામાં આવશે જે પૈકી ૭૫ વૃક્ષારોપણ સાથે કોડીનારએ શરૂઆત કરી તેનો યશ અન્ય ગામડા ઓની જેમ કોડીનારને જાય છે. આજના કાર્યક્રમમાં ધારાસભ્ય ડૉ. પ્રદ્યુમ્ન વાજા, સુભાષભાઈ ડોડિયા, દિલીપભાઈ મોરી, ભગુભાઈ પરમાર, શિવાભાઈ સોલંકી, ધર્મેન્દ્રસિંહ સોલંકી, નગરપાલિકા પૂર્વ કોર્પોરેટર, કોડીનાર મામલતદાર, તાલુકાના અધિકારી,પોલીસ ઈન્સ્પેક્ટર અને ટીમ તેમજ હોમગાર્ડ ટીમ સાથે બધા જ તાલુકા કક્ષાએથી અધિકારીઓ અને કર્મચારીની ટીમ સાથે પંચાયત કચેરી અને તલાટી મંત્રી તેમજ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા રેલી, શપથ,રાષ્ટ્ર ગાન સાથે અભિયાનને વંદન કર્યા હતા.છારા ઝાપા વિસ્તાર થી પાણી ઝાપા સુધી રેલી કાઢી હતી. તેમજ સાથોસાથ આર્મીમેનનુ સન્માન કર્યું હતું. વીરોને વંદન માટીને કોટી કોટી વંદન..

error: Content is protected !!