જૂનાગઢ : તળપદ વિશા શ્રીમાળી દેશી સોની જ્ઞાતિ દ્વારા વિદ્યાર્થી રત્ન સત્કાર સમારોહ યોજાયો

0

જૂનાગઢ તળપદ વિશા શ્રીમાળી દેશી સોની જ્ઞાતિ દ્વારા લક્ષ્મીવાડી ખાતે વિદ્યાર્થી રત્ન સત્કાર સમારોહ યોજાયો હતો જ્ઞાતિ પ્રમુખ શ્રી રાજુભાઇ મદાણી અને ટ્રસ્ટી સુરેશભાઈ ભુવા, વિનુભાઈ કોઢિયા, મનુભાઈ ધોળકિયા,મુકેશભાઈ રાજપરા, રૂપેશભાઈ મદાણી, જલ્પેશભાઈ મદાણી, ધીરેનભાઈ લાઠીગરા, દ્વારા ખૂબ સુંદર ઇનામો અને શિલ્ડ દાતાઓ ના સહયોગથી વિદ્યાર્થીઓ ને આપ્યા હતા..આ કાર્યક્રમ માં શ્રી ઉત્સવ ધોળકિયા દ્વારા બધાજ વિદ્યાર્થીઓ ની માર્કશીટ એકઠી કરવાની જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમ નું સંચાલન ભાવેશભાઈ મોડાસરા અને કૃપાબેન લાઠીગરા એ ખુબજ સુંદર શૈલીમાં કરેલ. કાર્યક્રમની શરૂઆતમાં વાઘેશ્વરી સ્તુતિ કૃપાબેન લાઠીગરા એ રજૂ કરેલ, જ્ઞાતિ ના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી પરષોત્તમભાઈ ઘેડિયા અને શ્રી સુરેશભાઈ ધોળકિયા નું થોડા સમય પહેલા તેમનું અવસાન થતાં તેમને શ્રધાંજલિ અર્પણ કરેલ, કાર્યક્રમ ને અનુરૂપ જ્ઞાતિ અગ્રણી શ્રી ધ્રુવભાઈ પાટડીયા અને લલિતભાઈ ધોળકિયા એ વક્તવ્ય રજૂ કરેલ, જ્ઞાતિ ભોજન ના દાતા ગૌ.વા. ભાનુમતીબેન ભગવાનજીભાઈ જીકરિયા તથા સિલ્ડના દાતા રેખાબેન જગદીશભાઈ ધીનોજા (ધોરાજી) અને સમારંભ ના પ્રમુખ શ્રી રાજેશકુમાર હરિલાલ લાઠીગરા અને અતિથિ વિશેષ મયકભાઈ સોની (નરસિંહ વિદ્યા યુનિવર્સીટી જૂનાગઢ) નું જ્ઞાતિ ટ્રસ્ટી મંડળ દ્વારા સન્માન કરવામાં આવેલ અને આ કાર્યક્રમ માં જ્ઞાતિજનો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ ના અંતે જ્ઞાતિ ટ્રસ્ટી મંડળ એ જ્ઞાતિ જનોનો આભાર માની ને કાર્યક્રમ પૂર્ણ કરેલ.

error: Content is protected !!