અધિક માસ પુર્ણતા તરફ અને પાંચ દિવસ સળંગ રજાના કારણે સોમનાથ ઘુઘવ્યો માનવ સાગર

0

વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરે અપુર્વ જબ્બર ભીડ સાથે માનવ દરિયો ઘુઘવ્યો હતો. વહેલી પરોઢથી જ એક-એક કિલોમીટર જેટલી દર્શનાર્થીઓની ભારે ભીડ સોમનાથ મંદિર, પ્રાચીન અહલ્યાબાઈ સોમનાથ મંદિર અને ટ્રસ્ટ ભોજનાલય પ્રસાદી ખાતે નજરે ચઢતી હતી. પુરૂષોતમ માસના છેલ્લા દિવસો, પવિત્ર શ્રાવણ માસ આગમન અને ખાસ કરીને સરકારી કચેરીઓમાં શનિ-રવિ રજા, પંદર ઓગસ્ટની રજા, પટેટી રજા અને ૧૪ તારીખની રજા મુકી પાંચ દિવસનું વેકેશન કારણે જે દિવાળી અને જન્માષ્ટમીની રજાઓમાં ભીડ થતી એ શ્રાવણ માસ પહેલા થઈ છે. બાઈક ચાલકો પરિવાર સાથે આવેલ તેઓને વાહન કયાં પાર્ક કરવું તે મુંઝવણમાં મુકાયા હતા. મંદિર પાસેના જુના પથિકાશ્રમ રોડ સાવ સાંકડો સામાનઘર અને મોબાઈલ લોકર પાસે બીનજરૂરી ભીડ-અવરોધ તેમજ સોમનાથ મંદિર દર્શન ગેટના પ્રથમ એન્ટ્રી ગેઈટ ઉપર પોલીસને બદલે ચોકીદારને ભરોસે રાખી વ્યવસ્થા હોય જેથી મંદિર ચેકિંગ કુટીર સુધી અનેકો પ્રતિબંધો વાળી વસ્તુઓ વાળાને છેક દુરથી પરત ફરવું પડતું હતું. જેથી પ્રથમ એન્ટ્રી ગેઈટે પોલીસ ત્યાંથી જ યાત્રિકોને નિયમ સમજ સાથે અટકાવી દે તો સુગમ બને વળી જુતાઘર, સામાન ઘર, મોબાઈલ લગેજ સાવ ઓછી ક્ષમતા રાખી શકે તેવા છે. તેમાં વધારો અને બીજા બુથ શ્રાવણ માસ પુરતા ખુલવા જાેઈએ. સોમનાથ ટ્રસ્ટે જુતાઘરની ક્ષમતા અને બુથ વધારવા જાેઈએ અને એન્ટ્રી ગેઈટ પાસે કોઈ જુતા ન ઉતારે તે અંગે ચોકીદાર પાસેથી ફરજ લેવી જાેઈએ. જેથી વ્યાપક અવ્યવસ્થા ટળે તથા એન્ટ્રી ગેઈટ, નિકાસ ગેઈટ પાસે અવરજવરમાં કોઈ અવરોધ ન થાય આડા ન આવે તે પોલીસ નજર રહેવી જાેઈએ. સોમનાથ ટ્રસ્ટે હાલનું જુનું તન્ના-દામાણી ગેસ્ટ હાઉસની ઈમારત પાડી છે તે સ્થળે વાહન પાર્કિંગ વધારાનું તેમજ ગીરીકુંડ પાસે જુના પાર્કિંગની બંધ કરેલી દિવાલ તોડી તથા વેણેશ્વર રોડ ઉપર દિવાલ બાંધી જે મેદાન બંધ કરેલ છે તે ફ્રી પાર્કિંગ માટે ખુલ્લું કરવું જરૂરી છે. ગેસ્ટ હાઉસો હાઉસફુલ, ચિક્કાર હતા. વાહનોના પણ તડાકો હતો. સોમનાથના ત્રિવેણી સંગમ અન્ય મંદિરો ઠેરઠેર દર્શનાર્થી દર્શન, સ્નાન કરી ધન્ય બન્યા હતા.

error: Content is protected !!