જૂનાગઢ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજડીયાની સુચના અને પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુ સારૂ નાસતા ફરતા આરોપીઓ તેમજ ફરારી કેદીઓને ઝડપી લેવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ જે અનુસંધાને ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ જે.જે.પટેલની સુચના મુજબ પેરોલ ફર્લો સ્કવોર્ડના પીએસઆઈ હડીયા સહિત સ્ટાફ કાર્યરત હોય દરમ્યાન બાતમીના આધારે જૂનાગઢ જીલ્લા જેલમાં પ્રોહીબીશનના ગુન્હામાં સજા ભોગવતો કેદી મુકેશભાઈ ભીખુભાઈ મકવાણા છેલ્લા દોઢ વર્ષથી ફરાર થઈ ગયેલ હોય અને હાલ અમદાવાદ કડી હાઈવે પર હોવાની બાતમીના આધારે ફરાર કેદી મુકેશભાઈ મકવાણાને કડી અમદાવાદ હાઈવે પર ઝડપી લઈ જૂનાગઢ જીલ્લા જેલ ખાતે સોંપી આપવામાં આવેલ છે.