જૂનાગઢ ઉપલા દાતારની ૩૨૦૦ ફૂટની ઊંચાઈ ઉપર આવેલી જગ્યા ખાતે દેશના ૭૭માં સ્વાતંત્ર પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી : મહંત શ્રી ભીમ બાપુ દ્વારા ધ્વજવંદન

0

જૂનાગઢ કોમી એકતાના પ્રતિક સમી ઉપલા દાતારની ધાર્મિક જગ્યા ખાતે આજરોજ ૩૨૦૦ ફૂટની ઊંચાઈ ઉપર આવેલા દાતાર પર્વત ઉપર દેશના ૭૭માં સ્વાતંત્ર પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારે આટલી ઉંચાઈ ઉપર ધ્વજવંદનના સુંદર મજાના કાર્યક્રમમાં જગ્યાના મહંત શ્રી ભીમબાપુ દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી અપાય હતી અને ગિરનાર સ્પોર્ટ એકેડેમીના સાગરભાઇ કટારીયા અને તેમના વિદ્યાર્થી મિત્રો વહેલી સવારે દાતારના પર્વત ઉપર પહોંચી જઈ દાતારબાપુના દર્શન કરી અને રાષ્ટ્ર ધ્વજના ધ્વજવંદનના આ સુંદર મજાના કાર્યક્રમમાં સહભાગી થયા હતા અને પધારેલા સર્વે ભાવિકો અને વિદ્યાર્થીઓને સુંદરમજાનો નાસ્તો, ચોખા ઘીનો શીરો અને ચા-પાણી અપાયા હતા. દાતારબાપુની આ ધાર્મિક જગ્યામાં દરેક પ્રસંગો દરેક તહેવારો પૂજ્ય ભીમબાપુ દ્વારા ધામધૂમથી ઉજવવામાં આવે છે તેમ દેશના સ્વતંત્ર પર્વને પણ આજે ધામધૂમથી ઉજવાયું હતું.

error: Content is protected !!