ખંભાળિયાની હરિપુર તાલુકા શાળામાં સ્વાતંત્રય પર્વની ઉજવણી કરવામાં આવી

0
ખંભાળિયા તાલુકાના હરીપર ગામે આવેલી શ્રી હરિપુર તાલુકા શાળામાં સ્વાતંત્રય પર્વની ઉજવણી અંતર્ગત ધ્વજવંદનની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ વક્તવ્ય સાથે બાલવાટિકા અને ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓ માટે રમત ગમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. ધ્વજવંદન ગાંગાભાઈ ફફલના હસ્તે કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ભાગ લેનાર દરેક વિદ્યાર્થીઓને તેમજ રમતગમત સ્પર્ધામાં નંબર મેળવનાર બાળકોને ભિવંડી મિત્ર મંડળ તરફથી ઇનામો આપવામાં આવ્યા હતા. સાથે ધરમશીભાઈ કણજારીયા દ્વારા શાળાના દરેક બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી. ગામના સરપંચ ગોગનભાઈ બાંભવાએ રોકડ પુરસ્કાર , આપવામાં આવ્યા હતા રાસંગપર ગામના મૂળ રહીશ બાબુભાઈ દેવચંદ (હાલ આફ્રિકા, હ.- રમેશભાઈ મારુ) દ્વારા શાળાના નવા કમ્પાઉન્ડવોલ તેમજ રીનોવેશન માટે 3,20,000 રૂપિયાનું કામ કરી શાળાને અર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગામના સરપંચ,ગ્રામ પંચાયત સભ્ય, હરીપર તાલુકા શાળા સી.આર.સી કો-ઓર્ડીનેટર, વિગેરેની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ. આભાર વિધિ શાળાના રાજેન્દ્રસિંહ ઠાકોર દ્વારા તેમજ સંચાલન શાળાના શિક્ષિકા સપનાબેન રૂપારેલ દ્વારા કરવામાં આવ્યું હતું.
error: Content is protected !!