ખંભાળિયા – સલાયા રોડ પર હરીપર ગામે આવેલી શ્રી કિશન એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી ડી.પી. જાખરીયા વિદ્યાલય ખાતે મંગળવારે 77 માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જાણીતા તબીબ ડો. મસરીભાઈ નંદાણીયા દ્વારા રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી. આ સાથે સંકુલના દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જાખરીયા વિદ્યાલયના ટ્રસ્ટીઓ સ્ટાફ તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા.