અધિક માસની પૂર્ણાહુતિ નિમિત્તે ખંભાળિયામાં ગોરમાનું વિસર્જન: પુરુષોત્તમ ભગવાનની વિદાય 

0
અધિક શ્રાવણ માસ (પુરુષોત્તમ મહિના)ની પૂર્ણાહુતિ નિમિત્તે ખંભાળિયામાં ગોરમાનું સ્થાપન કરીને રોજ સત્સંગ પૂજા કરવામાં આવતી હતી. તે માટીના ગોરમાનું નદીમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. સતત એક માસ સુધી પૂજા કરતા પુરુષોત્તમ ભગવાનને પણ ભાવભીની વિદાય અપાઈ હતી. ખંભાળિયાની રામનાથ સોસાયટીમાં પુરુષોત્તમ માસ દરમિયાન યોજવામાં આવેલા વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને ઉત્સવો બાદ બુધવારે યોજવામાં આવેલી વિસર્જન યાત્રામાં ગોરમાને માથા પર લઈને નદી સુધી વિસર્જન સરઘસ કાઢવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિક મહિલાઓ શારદાબેન ગોકાણી, રંજુબેન ગઢવી, વર્ષાબેન થાનકી, દર્શનાબેન, મીરાબેન, હિરલબેન, વિગેરે આ પૂજન કાર્યક્રમમાં જોડાયા હતા. અહીંના પ્રાચીન અને પ્રખ્યાત શ્રી કલ્યાણજી મંદિર પાસે ખાતે પણ અધિક માસ દરમિયાન દરરોજ પૂજન અર્ચન સાથે ગોરમા તથા પુરુષોત્તમ ભગવાનની પૂજાના દર્શન યોજવામાં આવ્યા હતા. જેનો લાભ દરરોજ મોટી સંખ્યામાં ભક્તોએ લીધો હતો.
error: Content is protected !!