આકસ્મિક ઘટનામાં ઈજાગ્રસ્ત વ્યક્તિ ના પરિવારને રૂપિયા ૪,૫૨,૦૦૦/- અને મોબાઈલ ફોન પરત આપ્યો
કેશોદના અજાબ રોડ પર કણેરી ગામ નજીક આકસ્મિક ઘટના બનતાં ૧૦૮ તાત્કાલિક એમ્બ્યુલન્સ સેવા ઘટનાસ્થળે પહોંચી ઈજાગ્રસ્ત વ્યક્તિને પ્રાથમિક સારવાર આપી કેશોદ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. કેશોદના અજાબ કણેરી રોડ પર જંગલી પશુ સાથે અથડાયેલ જસ્મીનભાઈ રણછોડભાઈ ફળદુ સાથે રોકડ રકમ રૂપિયા ૪,૫૨,000/- અને રૂપિયા દશ હજારની કિંમતનો મોબાઈલ ફોન ઘટના સ્થળેથી ૧૦૮ તાત્કાલિક એમ્બ્યુલન્સ સેવાના કર્મચારીઓને મળી આવેલ જે ઈજાગ્રસ્ત જસ્મીનભાઈ રણછોડભાઈ ફળદુના હોય ખાનગી હોસ્પિટલ ખાતે પરિવારજનોની રૂબરૂમાં પરત આપી પ્રમાણિકતાનું ઉમદા ઉદાહરણ આપ્યું હતું. કેશોદના અજાબ ગામના રહીશ જસ્મીનભાઈ રણછોડભાઈ ફળદુના પરિવારજનોએ કેશોદ ૧૦૮ તાત્કાલિક એમ્બ્યુલન્સ સેવાના કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.