કેશોદના સોંદરડા જી.આઇ.ડી.સી.મા અલગ અલગ કારખાનાઓમા ચોરી કરી નાસતા ફરતા આરોપીને દાહોદ જીલ્લા ખાતેથી પકડી પાડતી કેશોદ પોલીસ

0
પોલીસ મહાનિરીક્ષકશ્રી નિલેશ જાજડીયા , તથા પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતા , ની સુચના અનુસાર તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી બી.સી.ઠક્કર , કેશોદ વિભાગ કેશોદ નાઓના માર્ગદર્શન હેઠળ કેશોદ પો.સ્ટે.ના નાસ્તા ફરતા આરોપીઓને પકડવા સુચના થઇ આવેલ હોય જે અન્વયે કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર બી.બી.કોળી નાઓએ પોલીસ સ્ટાફને બ્રિફીંગ કરી જણાવેલ કે, કેશોદ પો.સ્ટે. ના નાસતા ફરતા આરોપીઓને પકડી  કાયદેસર કાર્યવાહી કરવા સુચના કરવામા આવેલ જે અનુસંધાને કેશોદના સોંદરડા જી.આઇ.ડી.સી.મા ચોરી કરી નાસી ગયેલ આરોપીઓ કેશોદ પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૨ મા નોધાયેલ ગુનો આઇ.પી.સી. કલમ ૪૫૪,૪૫૭,૩૮૦,૧૧૪ મુજબનો આરોપી હાલ દાહોદ જીલ્લાના ગરબાડા તાલુકાના છરછોડા ગામે છુપાયેલ હોય જે અન્વયે દાહોદ જીલ્લા ખાતે જઇ ટેકનીલક માહીતી આધારે તપાસ કરતા મજકુર ઇસમ મળી આવેલ જેની પુચ્છપરછ કરતા તેનુ નામ સુરમલ ઉર્ફે સુમો કાળીયાભાઇ પલાસ જાતે,આદિવાસી ઉ.વ.૨૦ રહે.છરછોડા ગામ, બારીયા ફળીયુ તા.દરબાડા જી.દાહોદ વાળાને પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરેલ છે. કેશોદ પોલીસ દ્વારા ઝડપી પાડેલ આરોપી સુરમલ ઉર્ફે સુમો કાળીયાભાઇ પલાસ કારખાના, મીલો, દુકાનોની રેકી કરી રાત્રી દરમ્યાન ચડી, બનીયાન વેશમા આવી તાળા તોડી ચોરી કરી પરત વતનમાં નાસી જતો હતો. કેશોદ પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેકટર બી.બી.કોળી તથા પો.સબ ઇન્સ. પી.કે.ગઢવી પો.કોન્સ. અમરાભાઇ હામાભાઇ જુંજીયા વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ હતી. કેશોદ પોલીસ દ્વારા ઝડપી પાડેલ આરોપી સુરમલ ઉર્ફે સુમો કાળીયાભાઇ પલાસ ને નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
error: Content is protected !!