જૂનાગઢ એ ડીવીઝન પોલીસે બિલખા રોડ ઉપર આવેલ આંબેડકરનગર, હનુમાન ચોક વાળી ગલી નજીક આવેલ એક મકાન પાસેના જાહેર રોડ ઉપર જુગાર રમતા નવ શખ્સોને રૂા.૧૧,૯૪૦ની રોકડ સાથે ઝડપી લઈ તેમના વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
બાંટવામાં જુગાર દરોડો
બાંટવાના વડા ગામેથી પોલીસે જુગાર રમતા પાંચ શખ્સોને રૂા.૭૦૩૦ના રોકડ મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેમના વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
જૂનાગઢ તાલુકાના પતરાપસર ગામે ઈલેકટ્રીક શોક લાગતા મૃત્યું
જૂનાગઢ તાલુકાના પતરાપસર ગામના નરેન્દ્રભાઈ ભીમાભાઈ ખોડભાયા(ઉ.વ.૪પ) પતરાપસર ગામે એક વાડીમાં પાણી વાળવાનું કામ કરતા હોય જયાં મોટર ચાલું કરવા જતાં ઈલેકટ્રીક શોક લાગતા તેમનું સારવાર દરમ્યાન મૃત્યું થયું છે.