વંથલી તાબાના શાપુર ગામથી કોયલી ફાટક તરફ જતા માર્ગ ઉપર જુગાર દરોડો : સાત ઝડપાયા

0

વંથલી પોલીસે ગઈકાલે શાપુર ગામથી કોયલી ફાટક તરફ જતા રોડની બાજુમાં આવેલા એક મકાનની નજીક ઝાડ નીચે જુગાર અંગે દરોડો પાડતા જાહેરમાં જુગાર રમતા સાત શખ્સોને રૂા.૧પ૦૪૦ની રોકડ સાથે ઝડપી લીધેલ છે.
મેંદરડાના ખીજળીયા ગામની સીમમાં જુગાર દરોડો
મેંદરડા તાલુકાના ખીજળીયા ગામની સીમમાં અજાબ રોડ ઉપર પોલીસે જુગાર અંગે દરોડો પાડી ત્રણ શખ્સોને રૂા.૧૧૬૦ની રોકડ સાથે ઝડપી લઈ તેમના વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
જૂનાગઢમાં જુગાર દરોડો : ત્રણ ઝડપાયા
જૂનાગઢ એ ડીવીઝન પોલીસે ગેંડાઅગર રોડ, ટેલીફોન એકસચેન્જ નજીક ઢોરા ઉપર જુગાર અંગે દરોડો પાડતા ત્રણ શખ્સોને જાહેરમાં જુગાર રમતા રૂા.૧૬,૧૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેના વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

માણાવદર તાલુકાના કોડવાવ ગામે સગીરબાળાની છેડતી

માણાવદર તાલુકાના કોડવાવ ગામે બનેલા એક બનાવમાં સગીર વયની બાળાની છેડતીકર્યાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે. આ બનાવ અંગે કોડવાવ ગામના એક પરિવારે થાપલા ગામના પરેશ કાંતીભાઈ બકોરી વિરૂધ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ કામના આરોપીએ ફરિયાદીની દિકરી(ઉ.વ.૧૩) વાળીને પોતાની કેબીને એકલી હાજર હતી ત્યારે આરોપીએ ઠંડા પાણીની બોટલ માંગી લઈ ફરિયાદીની દિકરી ઉપર પાણી ઉડાવી અને હાથ પકડી કેબીનનીબહાર ખેંચવાનો પ્રયત્ન કરી અને અગાઉ અવાર-નવાર ખરાબ મસ્તી કરી ગુનો કર્યા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવતા માણાવદર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!