હાલમાં શરૂ થયેલા શ્રાવણ માસ નિમિતે દરરોજ પવિત્ર દામોદર કુંડ ખાતે ભાવિકોનો ધસારો જાેવા મળશે. જેમાં ભાવિકો તટ પર બ્રાહ્મણો પાસે હાથ જાેડ, પિતૃતર્પણની વિધિઓ પણ કરાવતા હોય છે. શ્રાવણમાસના બીજા દિવસે દામોદર કુંડ ખાતે ભાવિકોની ભારે ભીડ જાેવા મળી હતી. કુંડમાં લોકોએ સ્નાન કરી પીપળે પિતૃઓને પાણી રેડી રાધા દામોદરજીના દર્શન કરી પૃણ્યનું ભાથુ બાંધ્યું હતું. લોકોએ સ્નાન કરવાની સાથે અનાજ સહિતની વસ્તુઓનું દાનપુણ્ય ઉપર કર્યું હતું. આમ દરરોજ ભવનાથ સ્થિત દામોદર કુંડ ખાતે શ્રાવણ માસ નિમિતે ભાવિકોની ભીડ જાેવા મળશે.