જૂનાગઢમાં સ્વામીનારાયણ મુખ્ય મંદિરે શ્રાવણ માસ દરમ્યાન યોજાયેલ શ્રી હરીકથાનો લાભ લેતા ભાવિકો

0

અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ઠાકોરજીના સાંનિધ્યમાં ભકિતરસ છલકાયો : હરિભકતોને ઘર આંગણે સત્સંગ કથાનો મળ્યો લાભ

પવિત્ર શ્રાવણ માસનો આજથી શુભારંભ થયો છે ત્યારે જૂનાગઢમાં શ્રી સ્વામીનારાયણ મુખ્ય મંદિર ખાતે આખા માસ દરમ્યાન ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવેલ છે. જૂનાગઢમાં જવાહર રોડ ઉપર આવેલા શ્રી સ્વામિનારાયણ મુખ્યમંદિર કે જયાં ભગવાન સિધ્ધેશ્વર મહાદેવ સહિતના દેવોને પોતાના હાથે પધરાવવામાં આવેલ છે. અને અહી બિરાજતા ઠાકોરજી ભાવિકોની મનોકામના પુર્ણ કરે છે આવા ભક્તોની આસ્થાના કેન્દ્ર સમાં ધામમાં શ્રાવણ માસના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. જે અંતર્ગત આજથી દરરોજ બપોરે ૪ થી ૭ દરમ્યાન હરી કથાનો કાર્યક્રમ યોજાશે. જેમાં તા.૧૭થી ર૪ ઓગષ્ટ દરમ્યાન ભકત ચિંતામણી કથા યોજાશે. વકતા તરીકે શાસ્ત્રી સ્વામી ઋષિકેશદાસજી ભોજપરા આર્શીવચન પાઠવશે. જયારે તા.રપથી ૩૧ ઓગસ્ટ દરમ્યાન શ્રી રામ કથા, વકતા તરીકે સ્વામી નંદકિશોરદાસજી કાળવા ગુરૂકુળ આર્શીવચન આપશે. તા.૧થી ૯ સપ્ટેમ્બર શ્રીમદ ભાગવત નવાન્હ કથા જેમાં વકતા તરીકે શાસ્ત્રી સ્વામી કુંજ બિહારીદાસ જૂનાગઢ આર્શિવચન આપશે. જયારે તા.૧૦થી ૧પ સપ્ટેમ્બર દરમ્યાન શ્રી પુરૂષોતમ પ્રકાશ પારાયણ વકતા તરીકે પુ.સ્વામિ પુર્ણસ્વરૂપદાસજી સરધાર આર્શીવચન આપશે. આ ઉપરાંત હોમાત્મક લઘુરૂદ્ર, બિલ્વપત્રથી પુજન, પુષ્પાભિષેક, કેસર જલાભિષેક, ભવ્ય હિંડોળા દર્શન, જન્માષ્ટમી સહિતના કાર્યક્રમો યોજાશે. વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના પીઠાધીશ્વર પ.પુ.ધ.ધુ.૧૦૦૮ આચાર્ય રાકેશપ્રકાશજી મહારાજના આશિર્વાદ સાથે આયોજન થયું છે. જૂનાગઢ મંદિરના ચેરમેન પુ.કોઠારી દેવનંદન દાસજીની પ્રેણાથી, શા.સ્વા. પ્રેમસ્વરૂપદાસજી(નવાગઢવાળા) તેમજ કોઠારી સ્વામી પી.પી. સ્વામીના માર્ગદર્શન હેઠળ, નારાયણસ્વરૂપ સ્વામી, ભંડારી નૌતમ સ્વામી, તીર્થ સ્વરૂપ સ્વામી, પાર્ષદ ચીમનભગત, પૂજારી નરેશભાઈ જાેશી, પ્રફુલભાઈ કાપડીયા ખુબ જહેમત ઉઠાવી રહ્યા છે. તા.૩ સપ્ટેમ્બરને રવિવારના રોજ બપોરે પ થી ૭ રાજકોટના દેવ ઉત્સવ મંડળ દ્વારા શ્રી શિવ મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરેલ છે. સંપુર્ણ શ્રાવણ માસ દરમ્યાન વિવિધ કાર્યક્રમોનો લાભ લેવા ભાવિક ભકતોને ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવે છે.

error: Content is protected !!