ભાટીયા નજીક રીક્ષા અને મોટરકાર વચ્ચે અકસ્માત : એક ડઝન મુસાફરો ઇજાગ્રસ્ત

0

કલ્યાણપુર નજીકના ભાટીયા ગામ પાસે ગઈકાલે રવિવારે સવારે એક છકડો રીક્ષા તથા મોટરકાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં રિક્ષામાં જઈ રહેલા બાર જેટલા મુસાફરોને નાની-મોટી ઇજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર પ્રકરણની જાણવા મળતી વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના જામ રાવલ ગામે રહેતા શ્રમિકો સાથેનો એક છકડા રીક્ષા રવિવારે સવારના આશરે આઠેક વાગ્યાના સમયે રાવલ ગામથી નંદાણા તરફ જઈ રહ્યો હતો. ત્યારે ભાટીયા ગામે પહોંચતા ઓવરબ્રિજ નજીક આ છકડા રીક્ષા તેમજ આ માર્ગ ઉપર જઈ રહેલી એક મોટરકારની સામસામે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં છકડા રિક્ષાનો તેમજ કારના આગળના મહોરાનો બુકડો બોલી ગયો હતો. આ અકસ્માતમાં રિક્ષામાં બેઠેલા આશરે ૧૯ જેટલા મુસાફરો પૈકી બાર જેટલા મુસાફરોને નાની-મોટી ઇજાઓ તથા ઇમરજન્સી ૧૦૮ દ્વારા ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓને સારવાર આપવામાં આવી હતી. આ માટે ખંભાળિયાથી બે તેમજ કલ્યાણપુર અને રાણની મળીને કુલ ચાર એમ્બ્યુલન્સ મારફતે ઘવાયેલાઓને ખંભાળિયા લાવવામાં આવ્યા હતા. જાે કે કોઈ મોટી જાનહાની થઈ ન હતી

error: Content is protected !!