માંગરોળ નગરના એક દેશભક્ત યુવાન દર્પણભાઈ પરમાર દ્વારા આઝાદીની ભવ્ય ઉજવણી વખતે એક નવતર વિચારને અમલમાં મુકેલો છે. પ્રધાનમંત્રીના વિચારથી હર ઘર તિરંગા અભિયાનને દેશની જનતાએ વધાવી લીધેલું અને સમગ્ર દેશ તિરંગામય બનેલો ત્યારે આ તિરંગાનું ક્યાંય માન સન્માન ન જળવાઈ અને કોઈ ફાટેલા તૂટેલા તિરંગા રસ્તે ન રજડે એ માટે આ યુવાને અલગ અલગ સ્થાનો ઉપર તિરંગા સુરક્ષા પેટી મુકેલી જેમાં આ પ્રકારના રાષ્ટ્રધ્વજ પધરાવી શકાય. આ સુરક્ષા પેટી માંગરોળ બંદર ઉપર આવેલ શહીદ સ્મારક ઉપર વિસર્જિત કરવામાં આવી હતી. દર્પણભાઈ પરમાર એક યુવાન તરીકે રાષ્ટ્રભક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડી અને લોકોને એક નવી રાહ ચીંધી છે. ત્યારે માંગરોળમાં કેટલાક એવા લોકો પણ છે જે આ પેટીની ચોરી કરી અને રાષ્ટ્રધ્વજને કચરામાં ફેંકીને દેશદ્રોહનું ઉદાહરણ પૂરૂ પાડે છે. ટાવર પાસે રાત્રીના ૩ વાગ્યાની આસપાસ કેટલાક દેશ વિરોધી તત્વો આ નાપાક હરકતને અંજામ આપેલી હતી.