ગીર-સોમનાથ જિલ્લામાં શાળાકીય રમોત્સવ માટે પ્રાચી ખાતે બેઠક યોજાઈ

0

સ્પોર્ટ્‌સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આગામી દિવસોમાં આયોજન થનાર શાળાકીય રમોત્સવ સ્પર્ધાઓ માટે કે.કે. મોરી હાઇસ્કુલ પ્રાચી ખાતે બેઠકનું આયોજન થયું હતું. જેમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ના પ્રતિનિધિ, સોમનાથ જિલ્લાના વ્યાયામ શિક્ષકો, જિલ્લા વ્યાયામ મંડળના હોદ્દેદારો, વિવિધ રમતોના એસોસિએશનના સભ્યો, કોચ, ટ્રેનર તથા રમત સાથે સંકળાયેલ લોકો હાજર રહ્યા હતા. આ બેઠકમાં આગામી દિવસોમાં આયોજન થનાર શાળાકીય રમોત્સવની તાલુકા અને જિલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓનું આયોજન ખુબજ સુંદર થાય અને ગીર-સોમનાથ જિલ્લાના ખેલાડીઓ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ ખુબજ સારૂ પ્રદર્શન કરે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લા રમત પ્રશિક્ષણ કચેરી, ગીર સોમનાથ દ્વારા કરવામાં આવ્યું હતું.(તસવીર ઃ જાદવભાઈ ચુડાસમા)

error: Content is protected !!