પ્રાચી તીર્થ ખાતે સદગુરૂ સુપર મેગા નેત્ર નિદાન કેમ્પ તથા હાર્ડવૈદ નિદાન કેમ્પ યોજાયો

0

પ્રાચી તીર્થ ખાતે સદગુરૂ સુપર મેગા નેત્ર નિદાન કેમ્પ શ્રી કોળી સમાજ ભવન પ્રાચી ખાતે યોજાયો હતો. આ કેમ્પમાં આજુબાજુ વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. આ કેમ્પના દાતા ભીખાભાઈ ભોળા અમરાપુર તથા શ્રી પાધેશ્વરી આશ્રમ મટાણાના ઉપવાસી સંત કરસનદાસ બાપુ તથા ડો. નિલેશભાઈ તથા ડો. વૈદ વજુભાઇ પરમાર ગોરખમઢી તથા અશ્વિનભાઈ બારડ જ્ઞાનદીપ છાત્રાલય તથા અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના પરિવારજનોના કર કમલો દ્વારા દિપ પ્રાગટય કરી તથા ગાયત્રી પરિવારના કાર્યકર્તા પત્રકાર જાદવભાઇ ચુડાસમાએ કેમ્પને ઉદ્‌બોધન કરીને આ કેમ્પને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. આ તકે વિશ્વના કલ્યાણ તથા સૌનો સદબુદ્ધિ તથા ઉજજવળ ભવિષ્ય તથા ગાયત્રી મહામંત્ર તથા પાંચ મહામૃત્યુંજય મંત્રનો સામુહિક જાપ કરવામાં આવેલ તથા ગાયત્રી પરિવારના સંસ્થાપક વેદમુર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીના જીવન સંદેશ આવેલ લોકોને હૃદય ગંમ કરવા આહવાન કરેલ હતું આ કેમ્પના ડો.નિલેશભાઈએ કુલ ૨૧૨ દર્દીઓ ને તપાસી જેમાંથી ૫૮ દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે રાજકોટ ખાતે લઇ ગયેલ હતા તથા હાર્ડવૈદ રવિરાજ બેરડીયા તાલાળા તથા મિલનભાઈ ચોવટીયા પ્રાચી પગ સાંધાના દુઃખાવાના ૪૦ દર્દીને તપાસી સારવાર આપી હતી અને વિના મૂલ્યે દવા આપી હતી તથા આ તકે દાતા તરફ થી સૌના માટે ચા – પાણી તથા સાદા સુંદર ભોજન પ્રસાદની સુંદર વ્યવસ્થા ગોઠવવામાં હતી આ કેમ્પને સફળ બનાવવા માટે કાનાભાઈ સોલંકી(બોસન) તથા નાથાભાઇ સોલંકી(થરેલા) તથા નારણભાઈ વાળા(પાધરૂકા) તથા નરસિંહભાઈ વાઢેર છગિયા તથા રોહિતભાઈ દરબાર અમરાપુર તથા વજુભાઇ ગોહિલ છગીયા તથા રાહુલભાઈ રાઠોડ બોસન તથા બીપીનભાઈ જાની સ્વયમ ઋષિ આશ્રમ સુત્રાપાડા તથા દિવાળીબેન પ્રાચી તથા સોનીબેન ગોરખમઢી તથા પત્રકાર જાદવભાઇ ચુડાસમા પ્રાંચી તથા સેવાભાવી ભાઇ-બહેનો દ્વારા ખુબ જ જહેમત ઉઠાવીને આ કેમ્પને સફળ બનાવ્યો હતો.(તસવીર ઃ જાદવભાઈ ચુડાસમા)

error: Content is protected !!