ગીર-સોમનાથના ઘાટવડ ૧૦૮ની પ્રશંસનીય કામગીરી : એમ્બ્યુલન્સમાં જ પ્રસુતિ કરવી પડી માતા અને બાળક જીવ બચાવ્યો

0

ગીર-સોમનાથના ઘાટવડ ૧૦૮ની પ્રશંસનીય કામગીરી સામે આવી હતી. અસહ્ય દુઃખાવો હોવાથી એમ્બ્યુલન્સમાં જ પ્રસુતિ કરવી પડી માતા અને બાળક જીવ બચાવ્યો હતો. તારીખ ૨૦-૮-૨૦૨૩ના સવારના ૮ઃ૪૪ વાગ્યે કોડીનાર તાલુકાના જગતિયા ગામે રહેતા કંચનબેન પ્રવીણભાઈ રાઠોડને પ્રસુતિની પીડા ઉપડતા ૧૦૮માં કોલ કર્યો હતો. આ કોલ મળતાની સાથે જ ઘાટવડ ૧૦૮ની ટીમના ઈ.એમ.ટી. બાબુભાઈ વાઝા અને પાયલોટ ભરતભાઈ ચાંડેરા તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે ઉપર પહોંચીને ઈ.એમ.ટી. બાબુભાઈ દ્વારા પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી પણ કંચનબેનને હોસ્પિટલ લઈ જતા હતા અને અચાનક રસ્તે અસહ્ય દુઃખાવો હોવાથી તત્કાલીન અમદાવાદ ૧૦૮ સેન્ટર ખાતેના ડોક્ટર સાથે ફોનમાં માર્ગદર્શન લઈ અને એમ્બ્યુલન્સ જ નોર્મલ પ્રસુતિ કરાવવાની સલાહ અને જરૂરી દવા આપવામાં આવી એટલે સફળતાપૂર્વક પ્રસુતિ કરાવીને માતા અને બાળકનો જીવ બચાવ્યો હતો અને નજીકની કોડીનાર સરકારી હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. એમ્બ્યુલન્સમાં સફળતાપૂર્વક પુત્રીનો જન્મ થતા પરિવારમાં ખુશીની લહેર પ્રસરી ગઈ હતી અને પરિવારે ૧૦૮ના સ્ટાફનો આભાર માન્યો હતો. ઉત્તમ કામગીરી કરવા બદલ જિલ્લા પ્રોગ્રામ મેનેજર મહેન્દ્ર ચૌહાણ અને જિલ્લા અધિકારી દિપક ધ્રાણાએ પણ શુભેચ્છા પાઠવી હતી.(તસવીર ઃ જાદવભાઈ ચુડાસમા)

error: Content is protected !!